ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ ચનખલ ગામ નજીકનાં બારદા ધોધમાં ડૂબી ગયેલા સરકારી વકીલનાં પુત્રની આખરે ભાળ મળી. આહવાનાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ગત તા.20-08-2021નાં રોજ બપોરે ચારેક વાગ્યે, ચનખલ ગામના અગ્રણી અને સરકારી વકીલ તરીકે સેવારત મહેશ પટેલનો યુવાન દીકરો મલય પટેલ (ઉ.વ. આશરે 20 વર્ષ) તેના કેટલાક મિત્રો સાથે બારદા ધોધ ખાતે ફરવા ગયો હતો. તે વેળા નહાતી વેળા આ યુવાનનો પગ લપસતા તે ઊંડા પાણીનાં કોતરમાં ડૂબી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો સહિત આહવા પોલીસની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં અધિકારીઓ અને પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતનાં અધિકારીઓએ તાબડતોબ ઘટના સ્થળે ધસી જઈ, ગુમસુદા યુવકની ભાળ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સ્થાનિક તરવૈયા સહિત આહવાનાં જનસેવા ગ્રુપના સ્વયંસેવકો, પોલીસનાં જવાનો, બીલીમોરા, સુરત, અને બારડોલીનાં લાશ્કરોની પણ આ શોધખોળમાં મદદ લેવાઈ હતી. બાદમાં ભારે જહેમતને બાદ ગત રાત્રે એટલે કે તા.21-08-2021નાં રાત્રીનાં 10:30 વાગ્યાથી 11 વાગ્યાનાં અરસામાં આ યુવકની લાશ કોતરડામાંથી મળી આવી હતી. ડાંગ કલેકટર ભાવિન પંડ્યાએ આ ઘટનાને ખૂબ જ કમનસીબ ગણાવી, સમગ્ર પ્રશાસનનું માર્ગદર્શન કર્યું હતું.
Related Articles
બીલીમોરાના રેલવે ગરનાળામાં વ્યાપક ગંદકી
બે દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ બીલીમોરા રેલવે અન્ડર ગ્રાઉન્ડમાંથી પાણીનો નિકાલ થયો નથી, જેને લીધે નાના મોટા વાહનોને મેલા પાણીમાંથી મજબૂરીમાં પસાર થવું પડે છે. ગટરનું ગંદુ પાણી દુર્ગંધ મારતું હોવાથી ભારોભાર યાતનાઓ પડી રહી છે. જોકે છેક ધકવાડાથી આવતી આ મેલા પાણીની કાસ રેલવે અંડરગ્રાઉન્ડ થઈ સ્ટેશન ખાડા માર્કેટને લાગીને વાઘરેચ […]
બીલીમોરા નજીકના ગોયંડીમાં હકકાયા કૂતરાનો આતંક
બીલીમોરા નજીકના ગોયંડીમાં હડકાયા શ્વાને ગામના 10 થી વધારે લોકોને કરડી ઘાયલ કરતા હડકંપ મચી ગયો હતો. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોયંડી ગામે એક હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ગામના ઈંટના ભઠ્ઠા ઉપર ચીખલી તાલુકાના આલીપોર ગામના મજૂરને શ્વાને કરડતા તેને 27 ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે ગામની ચાર વર્ષીય બાળકી ઘરના ઓટલા પર બેઠી હતી. […]
નવસારીમાં દર્શના જરદોષનું ભવ્ય સ્વાગત
ભારત સરકારના નવનિયુક્ત રાજ્યકક્ષાના રેલવે અને ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશની જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લામાં આવી પહોંચી હતી. નવસારી જિલ્લાના પ્રવેશદ્વાર બલવાડા ગામ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ ઉપસ્થિત રહી યાત્રામાં જોડાયા હતા. જન આશીર્વાદ યાત્રાનું બીલીમોરા શહેર અને ગણદેવી શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ […]