યુપીમાં કોરોનાના સંક્રમણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદીમાંથી મળી રહેલા મૃતદેહોના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચેલી છે.આ મુદ્દા પર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વિટર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, જે વ્યક્તિ એવુ કહેતી હતી કે મને મા ગંગાએ બોલાવ્યો છે તેણે જ આજે મા ગંગાને રડાવી છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટની સાથે સાથે અખબારના એક અહેવાલને શેર કર્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, ગંગા નદીના કિનારા પર 1140 કિલોમીટરના વિસ્તારમાં 2000થી વધારે મૃતદેહો મળ્યા છે.
Related Articles
શાયરાબાનુને હોસ્પિટલમાંથી રજા અપાઇ
પીઢ અભિનેત્રી સાયરા બાનુને અહીની એક હોસ્પિટલથી રજા મળ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા, એમ પરિવારના નજીકના મિત્રએ આજે જણાવ્યુ હતું. સાયરા બાનુને 28 ઓગસ્ટના રોજ હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની ફરિયાદના પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પીઢ અભિનેત્રી સાયરાબાનુ, કે જેમને ૨૮ […]
અમેરિકામાં વેક્સિન લીધી હોય તેને માસ્કમાંથી મુક્તિ
કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે. જો કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી […]
કોરોનામાં વિશ્વના 15 લાખથી વધુ બાળકોએ વાલી ગુમાવ્યા
કોરોના મહામારીના કારણે પ્રથમ 14 મહિનામાં ભારતના 1 લાખ 19 હજાર સહિત 21 દેશોના 15 લાખથી વધુ બાળકોએ તેમના મુખ્ય અને ગૌણ સંભાળ રાખનારાઓને ગુમાવ્યા છે. એમ ધ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ કહેવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑન ડ્રગ એબ્યુઝ (એનઆઇડીએ)ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઈએચ)ના ભાગ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે, […]