યુપીમાં કોરોનાના સંક્રમણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદીમાંથી મળી રહેલા મૃતદેહોના પગલે સમગ્ર દેશમાં ચકચાર મચેલી છે.આ મુદ્દા પર હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સીધો હુમલો કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વિટર પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, જે વ્યક્તિ એવુ કહેતી હતી કે મને મા ગંગાએ બોલાવ્યો છે તેણે જ આજે મા ગંગાને રડાવી છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટની સાથે સાથે અખબારના એક અહેવાલને શેર કર્યો હતો. જેમાં કહેવાયુ હતુ કે, ગંગા નદીના કિનારા પર 1140 કિલોમીટરના વિસ્તારમાં 2000થી વધારે મૃતદેહો મળ્યા છે.
