ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-19 ન્યાયયાત્રા અને યુવા સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાભરમાંથી કોંગ્રેસના કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં 18 બોટલ જેટલુ રકત એકત્ર થયું હતું. ધારાસભ્ય અનંત પટેલ, તાલુકા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ, મહુવાના પૂર્વ ધારાસભ્ય ઇશ્વરભાઇ વહિયા, મહિલા મોરચાના પ્રમુખ ફાલ્યુનીબેન સહિતનાની ઉપસ્થિતિમાં મજીગામ દિનકર ભવનમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આગામી સમયમાં કોવિડ-19 ન્યાય યાત્રા સંદર્ભે આવનાર સમયમાં દરેક તાલુકાની બેઠક ઉપર ઘરે ઘરે જઇને કોરોનામાં કેટલા લોકો મરણ પામ્યા છે તે પરિવારની મુલાકાત કરી તેમના ફોર્મ ભરાવી સરકાર પાસે મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયાની સાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવનાર હોવાનું ધારાસભ્ય અનંતભાઇ પટેલે જણાવ્યું હતું.
