બીલીમોરાના દેવધા ડેમના કેચમેન્ટ એરિયામાં કાર તણાઇ

બીલીમોરા સહીત ગણદેવી તાલુકામાં સતત બીજા દિવસે બુધવારે સાંજે વીતેલા 24 કલાકમાં વધુ 91 મીમી (3.64 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે સાથે મોસમનો 1790 મીમી એટલે કે 71.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દેવધા ડેમના પાણીમાં કાર ફસાતા તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગુલાબ વાવાઝોડું ઓડિશા, આંધ્રપ્રદેશનાં કાંઠે ટકરાયા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની સતત બે દિવસથી અસર વર્તાઈ રહી છે. બુધવાર સાંજે 4 કલાકે વીતેલા 24 કલાકમાં 91 મીમી વરસાદ વરસ્યો હતો. જેમાં બુધવાર સવારે 8 થી 10 વચ્ચે 2 કલાક માં 44 મીમી જેટલા વરસેલા વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું. અંબિકા નદી 6.870 મીટરે વહી રહી હતી. બીલીમોરા નજીકના દેવધા ડેમ કેચમેન્ટ વિસ્તારમાં અમલસાડનો એક યુવાન કારચાલક ડેમના પાણી પાસેથી પસાર થતા કાર પાણીમાં ફસાઇ જવાથી પૂરમાં તણાવા લાગી હતી. જેને ગ્રામજનોની મદદથી જેસીબીથી ખેંચી બહાર કાઢતા મોટી દુર્ઘટના થતાં રહી જવા પામી હતી.

દેવધા ડેમના પાણીમાં કાર ઉતારી દેનાર માલિકની પોલીસે કારના નંબરના આધારે તપાસ કરી પુછપરછ કરતા કાર તેઓ પોતે લઇ ગયા હોવાનું જણાવતા કાર નં. GJ 21 CA 5881નો માલિક યશ હિમાંશુભાઇ દેસાઇ (રહે.અમલસાડ કાયાતળાવ વચલા ફળીયા)ની વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે તેની અટક કરી છે. વધુ તપાસ વુ.એ.એસ.આઇ તેજલકુમારી અરવિંદભાઇ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *