દમણ(DAMAN)માં 1 એપ્રિલ-2018 ના રોજ ડાભેલ(DABHEL) નાં વિશાલ બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ભીમપોરનાં કુંડ ફળિયા ખાતે રહેતા અજય રમણ પટેલ અને તેના સાથી મિત્ર ધીરેન્દ્ર ઉર્ફે ધીરુ ધીરિયા પટેલ ઉપરપાંચ થી છ શખ્સોએ અંધાધૂન ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે ગુન્હો દાખલ કરી અગાઉ ફાયરિંગ(FIRING) કર્તાઓની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ તપાસમાં વધુ 2 આરોપીઓ કેતન ભીખુ પટેલ ઉર્ફે ચકો તથા જયેશ કામલી ઉર્ફે રાકેશે જામીન માટે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જ્યાં આજે કોર્ટનાં ન્યાયાધીશ ભારતી ડાંગરેએ આરોપીઓનાં જામીનને અલગ અલગ ઓર્ડર થકી રદ્દ કર્યા હતા. બંને આરોપીઓએ કોર્ટને એવું તર્ક આપ્યું હતું કે તેમને પોલીસ દ્વારા ખોટા ફસાવવામાં આવી રહ્યા છે. જ્યાં સરકારી વકીલ હિતેન વેનેગાવકરએ તેના ઉત્તરમાં કોર્ટે જણાવ્યું કે, કેવી રીતે આ કામનાં આરોપી સુરેશ જગુ પટેલ ઉર્ફે સુખા સાથે મળી જામીનની માંગણી કરનારા આરોપીઓએ ભાડેનાં હમલાવરો થકી અજય પટેલ અને ધીરુની હત્યા કરાવી હતી. જેને લઈ આરોપીઓ સીધી રીતે આ ગુન્હામાં સંડોવાયેલા હોય એટલે એમના ઉપર કોઈપણ પ્રકારની રહેમ રાખી ન શકાય એવી દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરતાં સરકારી વકીલની દલીલને માન્ય રાખી કોર્ટનાં જજે બન્ને આરોપીઓના જામીનને રદ્દ કર્યા હતા.
