સુરત ક્રાઈમ બ્રાંચે શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલને હિમાચલ પ્રદેશના કુલ્લુથી ઝડપી પાડ્યો હતો. સુરત શહેરમાં ખૂન, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલ હિમાચલ પ્રદેશથી ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલા પુલગા ગામ પાર્વતી વેલી ખાતે આરોપી અલ્તાફ ગફુરભાઇ પટેલ (રહે., ખારવા ચાલ, હનુમાન મંદિરની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછા તથા મૂળ ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ગાજીપરા સહિત કુલ સાત આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા. ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ પટેલ સહિત ત્રણ નાસતા ફરતા હતા. હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે હોટેલોમાં આઈડી પ્રૂફ વગર રહેવું, અન્ય રાજ્યો કરતા સરળ હોવાથી તે સંપર્કથી બહાર ત્યાં રહેતો હતો. કોર્ટે પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.
Related Articles
આજથી જ્વેલરીમાં ફરજિયાત હોલ માર્કિંગ
મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇને જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે જયારે દક્ષિણ ગુજરાતમાં […]
હાલ ગુજરાતમાં લોકડાઉનની જરૂર નથી : રૂપાણી
દાહોદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા સીએમ વિજય રૂપાણીએ હાલમાં ગુજરાતમાં લોકડાઉનની કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું. રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રીકર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી […]
બીલીમોરાના દેવધા ડેમના કેચમેન્ટ એરિયામાં કાર તણાઇ
બીલીમોરા સહીત ગણદેવી તાલુકામાં સતત બીજા દિવસે બુધવારે સાંજે વીતેલા 24 કલાકમાં વધુ 91 મીમી (3.64 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે સાથે મોસમનો 1790 મીમી એટલે કે 71.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દેવધા ડેમના પાણીમાં કાર ફસાતા તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગુલાબ વાવાઝોડું ઓડિશા, આંધ્રપ્રદેશનાં કાંઠે ટકરાયા બાદ ગુજરાત તરફ […]