રવિવારના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આહિર સમાજ દ્વારા ધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજાવાનો છે જે અંતર્ગત શનિવારના રોજ સીમાડા બીઆરટીએસ કેનાલ રોડ પરથી દક્ષિણ ગુજરાતમાં વસતા આહિર સમાજના લોકો 500 થી વધુ કારનો કાફલો રેલી મારફતે દ્વારકા જવા માટે નીકળ્યો હતો. આ ભવ્ય તીર્થ રેલીને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે દ્વારકા જવા માટેની લીલીઝંડી આપી હતી.આ રેલીમાં સમાજના પ્રમુખ આર.એસ.હડીયા તેમજ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં જોડાઈ દ્વારકા જવા માટે નીકળ્યા હતા. આ રેલીમાં વાપી, વલસાડ, ભરૂચ-અંકલેશ્વર, કિમ, કામરેજ, માંકડાથી પણ લોકો રેલીમાં જોડાયા હતા. આજે સુરત સહિત ગુજરાતના 7 જિલ્લાઓમાંથી આહિર સમાજની ખુબ મોટી સંખ્યામાં દ્વારકા જવા માટે રેલી નીકળી હતી. પહેલીવાર દેવભૂમિ દ્વારકા ખાતે પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ ના યજમાન પદે મોટી સંખ્યામાં આહીર સમાજ એકત્ર થઇ જગતપિતા શ્રી દ્વારકાધીશને ધ્વજા ચઢાવશે અને રાત્રે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરનો ડાયરો યોજાશે.
Related Articles
રામપુરામાં ગેંગવોરમાં વલીઉલ્લાના પુત્ર પર હુમલો
રામપુરામાં મોડી રાત્રે મોસીન કાલીયા અને વલીઉલ્લાના પુત્રની વચ્ચે ગેંગવોર થઇ હતી. દારૂ અને જુગારના ધંધાની હરીફાઇમાં આ હુમલો કરાયો હોવાની માહિતી મળી છે, પરંતુ આ બાબતે પોલીસે મૌન પાળ્યુ હતુ. મોસીન કાલીયાએ પોતાના સાગરીતો સાથે મળીને વલીઉલ્લાના ભાઇ ઉપર હુમલો કર્યો હતો અને તલવારથી તોડફોડ પણ કરતા મામલો તંગ બની ગયો હતો. આ બાબતે […]
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, ધોરાજીમાં 6 ઇંચ
બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમ્યાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 40 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં હતા.આજે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને રાજકોટના […]
‘લવ જિહાદ’ વિરોધી ખરડો ગુજરાત વિધાનસભામાં પસાર
ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દિકરીઓને સુરક્ષિત કરવા મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દિકરીઓ સાથે દુરવ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ જેહાદના કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છા શક્તિના પરિણામે ઉગામ્યું છે. આ અમારો પોલિટિકલ એજન્ડા નહીં પણ દુરવવ્હાર પ્રત્યે અમારી વ્યથા છે. તેને વ્યવસ્થામાં પરિવર્તિત કરી બહેન-દિકરીઓ સાથે વિશ્વાસઘાત કરી […]