ગુજરાતમાં 3 કરોડ લોકોનું રસીકરણ

ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની સંખ્યા 70,16,083 સુધી પહોચી ગઈ છે. આમ રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો માંથી સમગ્રતયા ૪૭ ટકા લોકોને સિંગલ ડોઝ અપાઈ ગયો છે. રાજ્યના 2,678 સરકારી અને 57 ખાનગી વેક્સીનેશન સેન્ટર મળીને કુલ 2,732 વેક્સીનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આજે તા. 20 જુલાઈએ રાજ્યમાં ૪ લાખ ૧૨ હજાર ૪૯૯ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. દરમિયાન મંગળવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે સોમવારે નવા 24 કેસ નોંધાયા હતા, જ્યારે મંગળવારે છેલ્લા 24 કલાકમાં પાંચ કેસના વધારા સાથે કુલ 29 નવા કેસ નોંધાયા હતા. આજે 61 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધી 8,14,059 દર્દીઓ સાજા થયા છે. જેથી રાજ્યનો સાજા થવાનો રિકવરી રેટ 98.73 ટકા છે.

જેમાં સૌથી વધુ અમદાવાદમાં 6, સુરત અને વડોદરા 4-4, વડોદરામાં 3, દાહોદ અને જામનગરમાં 2-2, જ્યારે બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય, કચ્છ, નવસારી, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં એક-એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને 411 થયા છે, જેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 406 દર્દીઓ સ્ટેબલ છે. મંગળવાર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 4,12,499 વ્યક્તિને રસી આપવામાં આવી છે. મંગળવારે 151 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ અને 15,353ને બીજો ડોઝ તેવી જ રીતે 18-45 વર્ષ સુધીના 2,22,538 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 11,428 વ્યક્તિને બીજો ડોઝ, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 72,146 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 90,901 વ્યક્તિને બીજો ડોઝ મળી કુલ 4,12,499 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,01,46,996 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *