વલસાડ અબ્રામા ધરાનગરમાં જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. ચોરી કરનાર હત્યાનો આરોપી છે, જેણે સાત વર્ષ જેલવાસ ભોગવ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ધરાનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટ નં.101 માં રહેતા રાજેશ ચંપકલાલ શાહ અબ્રામા અરિહંત જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં ચલાવે છે. ગતરોજ દુકાન બંધ કરીને સુઈ ગયા હતા. ત્યારે કોઈ ચોરી ઈસમ દુકાનના પાછળના ભાગે બારીની ગ્રિલ તોડીને દુકાનમાં પ્રવેશ કરીને રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. જે દુકાનમાં લાગેલા સીસીટીવીમાં ચોરી કરનાર કેદ થઇ ગયો હતો. જેની ફરિયાદ વલસાડ સીટી પોલીસ મથકે નોંધાઈ હતી.
ફરિયાદના આધારે વલસાડ સીટી પોલીસના ડી સ્ટાફ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ તેમજ હરદીપસિંહ ચોરને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કરી હતી. જેમાં ચોરી કરનાર વલસાડના લીલાપોરમાં રહેતો અર્જુનસિંહ રાજનાથ સિંહ શર્મા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડ્યો છે. અર્જુન હત્યાનો આરોપી છે. સાત વર્ષ જેલવાસ પણ ભોગવ્યો છે. પોલીસે એની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.