એક વર્ષથી અલગ રહેતી પત્નીને પતિએ બહાર ફરવા જવાનું કહ્યું હતું, પત્નીએ ના પાડતા પતિ ઉશ્કેરાયો હતો અને ‘તારે મારી સાથે નથી રહેવું તો તને જીવતી નહીં રહેવા દઇશ’ કહીને તેણીને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. અમરોલી છાપરાભાઠા શ્રીરામનગર સોસાયટીમાં ફોઇ-ફૂવાના ઘરે રહેતી 21 વર્ષિય પાયલબેનના પ્રેમલગ્ન 2016માં સૌરાષ્ટ્રના રાજુલા ગામે મંદિરમાં રવિભાઇ વરિયાની સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જેથી પાયલ સુરતમાં ફોઇ-ફૂવાના ઘરે આવી હતી. છેલ્લા એક વર્ષથી બંને અલગ રહેતા હતા. પાયલબેનએ પોતાનો મોબાઇલ નંબર પણ બદલી નાંખ્યો હતો. બીજી તરફ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા રવિએ પાયલનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. રવિ સુરત આવ્યો અને પાયલને મળ્યો હતો, પાયલને બહાર ફરવા જવાનું કહીને વાત કરવા જણાવ્યું હતું. પરંતુ પાયલે બહાર આવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેથી રવિ ઉશ્કેરાયો હતો. રવિએ પાયલને કહ્યું કે, ‘ચાલ તું મારી સાથે, હું તને લેવા માટે આવ્યો છું, અને જો તું મારી સાથે નહીં આવી કે મારી સાથે નહીં રહીશ તો તને જીવતી મારી નાંખીશ’ કહીને પાયલને ગળાના ભાગે બ્લેડ મારી દીધી હતી. આરોપી રવિ વરિયા સામે અમરોલી પોલીસમાં હત્યાના પ્રયાસની ફરિયાદ પણ નોંધાઇ હતી.
Related Articles
ગુજરાતમાં પણ ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી
સીબીએસઈ પછી હવે ગુજરાતમાં પણ ધો – 12ની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા આજે રદ કરી દેવાઈ છે. ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. હજુ તો ગઈકાલે જ સરકારે ધો – 12ની પરીક્ષાઓ તા.1લી જુલાઈથી લેવા માટે સરકારે સમગ્ર કાર્યક્રમ પણ જાહેર કરી દીધો હતો. કેબિનેટ બેઠક બાદ રાજયના […]
માછલાંના મોત બાદ બારડોલીની મિંઢોળાની મુલાકાત લેતા અધિકારી
બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીમાં ગુરુવારે કેમિકલયુક્ત પાણી આવતા અસંખ્ય માછલાંનાં મોત થયાં હતાં. જે અંગે બારડોલી નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતાં જી.પી.સી.બી.ના અધિકારીઓ શુક્રવારે બારડોલી પહોંચ્યા હતા. જી.પી.સી.બી.ની ટીમે ત્રણ અલગ અલગ જગ્યાએથી પાણીનાં સેમ્પલ લઈ આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીમાં ઉપરવાસમાંથી […]
સુરતમાં 100 બ્રાન્ડેટ રિટેઇલર્સ હવે એક જ સ્થળે
સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા અન્ય રાજ્યોથી આવતા ગ્રાહકોની સુવિધા માટે અને છેતરપિંડી રોકવા માટે સુરત રેલ્વે સ્ટેશન નજીક ડોરીવાલા સ્કવેરમાં સુરતની પ્રખ્યાત 100 મેન્યુફેક્ચરિંગ કંપનીઓનેએકત્રિત કરી 1 તારીખથી વેપારનો શુભારંભ કરવામાં આવશે પ્રમુખ દિપક ભાઇ શેટાએ જણાવ્યું હતું કે સુરતની સાડી અને ડ્રેસ મટીરિયલ્સ દેશ-દુનિયામા પ્રખ્યાત છે. દેશના તમામ રાજ્યોમાંથી વેપારીઓ સાડી અને ડ્રેસમટીરિયલ્સની […]