શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કસોટીનો વિવાદ હજુ હમણા થયો હતો. ત્યાં શિક્ષણ વિભાગ દ્વારા 6થી 8 કલાક માટે કામ કરવાનો પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો છે. શિક્ષકો આ પરિપત્ર માટે આંદોલનના માર્ગે ચાલી રહ્યાં છે, તેમાં કોંગ્રેસ પણ જોડાયું નથી. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો હતો કે શિક્ષકોના કામ કાજના સમયમાં ઘટાડો કરવો જોઈએ. શિક્ષણ વિભાગ દ્વારા સરકારી ઓફિસના કર્મચારીઓ માટે 11થી 5 સુધીનો સમય હોય છે, ત્યારે શિક્ષકોનો સમય સવારે 9.30 વાગ્યાથી 5.30 વાગ્યા સુધી કરાયો હતો. જો કે કોંગ્રેસના વિરોધ વચ્ચે સરકારે યુ ટર્ન લીધો છે. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહયું હતું કે શિક્ષકોએ હવે 6 કલાક જ કામ કરવાનું છે.આ બાબતે જે પરીપત્ર કરાયો હતો તે રદ કરી દેવાયો છે.
Related Articles
સોનીફળિયા, સુરતના અંકુર ગાંધીના ઝૂંપડીની થીમ પર શ્રીગણેશ
(અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા) સુરતના સોનીફળિયા વિસ્તારમાં આવેલા પાણીની ભીંત ખાતે રહેતા અંકુર ગાંધીએ તેમના ઘરમાં જ ઝૂંપડીની થીમ પર ગણેશજીનું સુંદર આયોજન કર્યું છે. આ ગણેશ ભક્તનો ઉત્સાહ વધારવા તેમના ગણપતિને વધુમાં વધુ લાઇક આપો ( ખાસ નોંધ..આ સ્પર્ધામાં જોડાવા માટે 93132 26223 ઉપર ગણપતિનો ફોટો, મંડળ કે વ્યક્તિગત નામ, સંપૂર્ણ […]
ગો એરની પહેલી ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત
ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ દ્વારા આજથી સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાત્તા તથા બેંગ્લોરની 1-1 ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે દિલ્હીની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આવી પહોંચતા વોટર કેનન સેરેમનીથી આ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટને સુરત એરપોર્ટના પ્રથમ મહિલા સ્ટેશન ડાયરેક્ટર અમન સૈનીએ લીલી ઝંડી દર્શાવી હતી. […]
રાજ્યમાં વાવાઝોડાના કારણે 5000 કરોડનું નુકસાન
ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ વધુનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનનો અંદાજ વધી પણ શકે છે. રાજય સરકારના મહેસૂલ, કૃષિ અને ઊર્જા વિભાગ દ્વારા આ નુકસાનનો અંદાજ મેળવવા માટે આગામી ૧૦થી ૧૫ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં […]