વ્યારા માર્કેટ યાર્ડમાં અઠવાડિયા કરતા વધુ સમયથી ભીંડાનાં યોગ્ય ભાવો નહીં મળતાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓનું શોષણ યથાવત રહેતાં માર્કેટ બંધ રાખી ખેડૂતોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વ્યારા APMCનું બપોરનું શાકભાજી (ભીંડા) બજાર રવિવારથી રાબેતા મુજબ શરૂ થયું હતું. ખેડૂતોને ભીંડાનો ભાવ રૂ.200થી 600 સુધીના આપવામાં આવ્યાનું વહીવટી તંત્રે જણાવ્યું હતું.આશરે ચારેક દિવસ પહેલાં વ્યારા માર્કેટમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ થતાં તોડફોડ થઈ હતી. અગાઉ વેપારીઓ મણ ભીંડાનો ભાવ રૂ.600થી 800 સુધીનો આપતા હતા, તે ભાવ રૂ.235નો બોલાતાં ખેડૂતોનો આક્રોશ જે-તે સમયે ચરમસીમાએ જોવા મળ્યો હતો. ખેડૂતોએ યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી હરાજી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી ભીંડા માર્કેટ બંધ રાખવામાં આવ્યું હતું. માર્કેટના વહીવટકર્તાઓના જણાવ્યા મુજબ માર્કેટ ડાઉન હોવાથી વેપારીઓ ખેડૂતોને ભીંડાનો મણનો રૂ.235નો ભાવ આપી રહ્યા હતા, તેના બદલે તેઓએ મણના રૂ.315 કરાવ્યા, પણ ખેડૂતોએ આ ભાવ સ્વીકાર્યો ન હતો. જો કે, રવિવારે માર્કેટ ખૂલતા બંધની અસર જોવા મળી હતી. જેમાં આ જ ભીંડાનો ભાવ રૂ.200થી રૂ.600 સુધીનો બોલાયો હતો.
Related Articles
વાલોડના ગોડધામાં લટાર મારતો દીપડો પકડાયો
વાલોડના ગોડધા ગામે માહ્યાવંશી ફળીયામાં માવજીભાઇનાં ખેતરમાં છેલ્લા ઘણા સમયથી લટાર મારતા દિપડાને પકડવા જંગલખાતાએ આશરે અઠવાડીયા પહેલા મુકેલ પાંજરામાં અઢી વર્ષીય દિપડી પુરાતા સ્થાનિક ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો છે. દિપડાના પંજાના નિશાન નજરે પડતાં માનવ વસવાટ તથા ખેતરોમાં દિપડો દેખાતાં હોવાને લીધે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. માહ્યાવંશી ફળિયા નજીક ખેતરોમાં શેરડીનો પાક ઊભો હોવાથી […]
સોનગઢમાં ધોળે દિવસે રૂપિયા 1 લાખની લૂંટ
સોનગઢ(SONGHAD)ના બંધારપાડા-સરૈયા રોડ પર ધમોડી ગામે ગુરુવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મોપેડ પર જઈ રહેલ મહિલાને આંતરી મોટરસાઇકલ પર એક જ મોટરસાઇકલ પર આવેલા ત્રણ લુંટારાઓએ મહિલાની આંખોમાં મરચાની ભૂકી નાંખી રૂપિયા એક લાખથી વધુની રકમ લૂંટી ભાગી છૂટ્યા હતા.ખાનગી બેંકમાં કામ કરતી મહિલા કર્મચારી ગ્રાહકો પાસેથી રૂપિયા એકત્રિત કરી બંધારપાડા-સરૈયા રોડ થઇ પોતાની […]
વ્યારાના પેટ્રોલપંપ પરથી 94હજારની લૂંટ, સાપુતારાથી બે ઝડપાયા
એક કલાક પછી મેસેજ પાસ થતાં પોલીસે નાકાબંધી ગોઠવી ત્યાં સુધી આ લુંટારાઓ તાપી જિલ્લો ક્રોસ કરી ગયા હતા. આ લુંટારાઓ કુલ રૂ.૧,૦૦,૪૦૦ સહિતના મુદ્દામાલ તેમજ અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. બંને અજાણ્યા ઇસમની ઉંમર આશરે ૩૦થી ૪૦ વર્ષની હોવાનું મેનેજરે જણાવ્યું હતું. તેઓ હિન્દી બોલતા હતા. વ્યારાના શ્રીરામ એસ્સાર પેટ્રોલપંપ ઉપર મેનેજર […]