વલસાડ એલસીબીની ટીમ વાપી ખાતે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી બે ઈસમને ચોરીની 4 બાઈક સાથે ઝડપી પાડ્યા હતા. એલસીબી પોલીસે 4 બાઈક સાથે ઝડપાયેલા આ બે ઈસમને ડુંગરા પોલીસ મથકે વધુ તપાસ અર્થે ધકેલી દીધા છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપીના કોચરવા નહેર રોડ પાસે વલસાડ એલસીબી ટીમ મિલ્કત સબંધી કેસ માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે આકાશ ઉર્ફે ગોલ્ડન કૈલાશ ધારૂ (હરિજન) રહે.કચીગામ, રઘુભાઈની ચાલ, દમણ અને આદર્શ ઉર્ફે જગ્ગુ ઉર્ફે આકાશ સુરેશ કો.પટેલ રહે.કોળીવાડ-વાપીની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 4 મોટરસાઈકલ કિં.રૂ.1,25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આકાશ ઉર્ફે ગોલ્ડન કૈસાશ ધારૂએ જણાવ્યું કે, આ ચારેય બાઈક તેના મિત્ર સંતોષ એ ચોરી કરી તેને વેચવા આપી હતી. જેમાંથી એક બાઈક તેણે આદર્શ ઉર્ફે જગ્ગુને વેચાણથી આપી હતી. આકાશ કૈલાશ ધારૂ વાપી ટાઉન પોલીસ મથકમાં તેના વિરૂધ્ધ નોંધાયેલા દારૂના એક કેસમાં વોન્ટેડ હતો. એલસીબી પોલીસની ટીમે દારૂના કેસમાં વોન્ટેડ આરોપને 4 બાઈક સાથે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આ બે આરોપીને 4 બાઈક સાથે ડુંગરા પોલીસ મથકને સોંપતા વધુ તપાસ પોલીસ કરી રહી છે.
Related Articles
દમણમાં ધો. 6 થી 8ના વર્ગો હવે શાળામાં શરૂ થશે
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ(DAMAN) -દિવમાં અસરકારક પગલા લેવાતાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્રણેય પ્રદેશમાં સામાજીક, શૈક્ષણિક, ખેલ, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનીતિ સમારોહ અને અન્ય સભાઓને બંધ અને ખુલ્લી બંને જગ્યાઓ પર 300 વ્યક્તિઓને અનુમતિ આપવામાં આવશે, જેના માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે. 100 વ્યક્તિથી વધુ લોકો માટે […]
દમણ પુલ દુર્ઘટનાના વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ
ગત 28 ઓગસ્ટ-2003ના રોજ નાની દમણ(DAMAN)અને મોટી દમણને જોડતા પુલ પર મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા સ્કૂલનાં બાળકો બપોરે સ્કૂલમાંથી છૂટી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પૂલ દમણગંગા નદીમાં તૂટી પડતા સ્કૂલનાં 28 વિદ્યાર્થીઓ સહિત એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 લોકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. ત્યારથી […]
વાપીની યુવતીનું અપહરણ કરી ખંડણી માંગનારી ગેંગ ઝડપાઇ
રૂપિયા 30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માગી ઉદવાડા ખાતે આપી જવા જણાવાયું હતું. ટાઉન પોલીસને આ મામલે જાણ કરાતા ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાં પોલીસે હાઈવે પર બાઈકનો ફિલ્મીઢબે પીછો કરી એક પણ રૂપિયો આપ્યા વગર યુવતીને અપહરણકર્તાઓની […]