બારડોલી તાલુકાનાં કડોદ ગામે આવેલા સોની ફળિયામાં રાત્રિના સમયે અચાનક બે માળનું મકાન ધરાશાયી થયું હતું. અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ ઊંડું ખોદકામ કરતાં મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળે છે. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો આબાદ બચાવ થયો છે.કડોદ ગામે સોની ફળિયામાં રહેતા દિલિપભાઈ હીરાલાલ શાહના પુત્ર રાજુભાઇ શાહના ઘરની બાજુમાં અંદર ગ્રાઉંડ રોડના લેવલથી 15 ફૂટ જેટલું ઊંડું જેસીબીથી ખોદકામ કરાતા સોમવારની રાત્રિના 8 વાગ્યાની આસપાસ બે માળનું મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળે છે. રાજુભાઇ શાહે ગ્રામપંચાયતના તલાટીને લેખિતમાં જણાવ્યું હતું કે વૈષ્ણવ સમાજની વાડી બનાવવામાં આવી રહી છે. જે રોડ લેવલથી 10 થી 15 ફૂટ નીચે સુધી જેસીબીથી ખોદકામ કરવામાં આવશે તો અમારા પાકા મકાનો તૂટી જવાની સંભાવના છે. પરંતુ સમાજના પ્રમુખ ભરતભાઇએ કોઇની પણ વાત સાંભળ્યા વગર રોડ લેવલથી 15 ફૂટ જેટલું ખોદકામ કરાવતા મકાન ધરાશાયી થતાં ઘરમાં રહેલ 2 ટીવી, 2 ફ્રીઝ, 2 એ.સી., ડાઈનિંગ ટેબલ તેમજ ઘરવખરી સહિતથી માંડી અનેક વસ્તુ મળી અંદાજે રૂા.30 લાખનું નુકસાન થયું છે. કડોદમાં ભૂકંપ આવ્યો હોય તેમ મકાન ધરાશાયી થતાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં પરિવારના પાંચ સભ્યોનો બચાવ થયો હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં જ કડોદ આઉટ પોસ્ટના જમાદાર, જી.ઇ.બી. સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો. આ ઘટનામાં રાજુભાઇ શાહે જણાવ્યુ હતું કે અમે જમવા બેસવાની તૈયારી હતી. પરંતુ ભૂકંપ જેવો આંચકો આવતા અમારા પરિવારના સભ્યોનો બચાવ થયો હતો. વૈષ્ણવ સમાજના ભરતભાઇ, ધનસુખભાઈ, દિપકભાઈ, રાજુભાઇએ ઘટના સ્થળની મુલાકાત લઈ જણાવ્યુ હતું કે આ મકાન તૂટી ગયું છે તેનું દુ:ખ છે. જે ખર્ચ થશે તે આપવા માટે તૈયારી બતાવી હતી. હાલમાં બંને પક્ષ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા ગામના આગેવાનો સાથે ચાલી રહી હોવાનું જાણવા મળે છે. હાલ કોઈ ફરિયાદ કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Related Articles
ઉમરપાડા અને કેવડી ખાતે 3 કરોડના ખર્ચે પ્રોસેસિંગ યુનિટ બનશે
સુરત જિલ્લાના ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ, કેવડી ખાતે શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન યોજના અંતર્ગત રૂ.૩.૦૬ કરોડના ખર્ચે નિર્માણ થનારા એગ્રો પ્રોસેસિંગ યુનિટનું વન, આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ વેળાએ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ વેળાએ મંત્રી વસાવાએ જણાવ્યું હતું […]
બારડોલી તાજપોર રોડ પરથી બાયો ડિઝલ ઝડપાયું
બારડોલી તાલુકાના તાજપોર ગામની સીમમાં આવેલી અમીધારા રાઈસમિલના કમ્પાઉન્ડમાંથી સુરત જિલ્લા એલ.સી.બી.એ શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 13 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી બાયોડિઝલનો વેપલો કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમને જિલ્લામાં ગેરકાયદે બાયોડિઝલ વેચવાનો વેપલો અટકાવવા માટે અલગ અલગ વાહનોમાં બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં […]
માંગરોળ – ઉમરપાડામાં આવાસ પત્રનું વિતરણ કરતાં ગણપત વસાવા
સૌને ઘરનું ઘર મળી રહે તેવા આશયથી વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા(GANPAT VASAVA)એ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ માંગરોળ(MANGROL) તાલુકાના રૂા.૪.૫૨ કરોડના ખર્ચના ૩૭૭ આવાસો તથા ઉમરપાડા(UMERPADA) તાલુકાના રૂ.૧૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૧૦૯૪ જેટલા આવાસોના લાભાર્થીઓને મંજુરીપત્રોનું વિતરણ કર્યું હતું.વાંકલ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, દરેક વ્યકિતને જીવનમાં […]