મધ્ય ગુજરાતમાં આવેલા આણંદ જિલ્લાના તારાપૂર નજીક એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 11 લોકોના મોત થઇ ગયા હોવાનો કરૂણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાણકારોના જણાવ્યા અનુસાર આ પરિવાર ઇકો કારમાં સવાર હતો અને તારાપુર નજીક અકસ્માત સર્જાયો હતો. આ પરિવાર ભાવનગરના વરતેજ ગામનો છે અને પરિવારના સભ્યો ઇકો કારમાં સુરતથી ભાવનગર જઇ રહ્યાં હતાં ત્યારે આ કરૂણાંતિકા સર્જાઇ હતી. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આણંદના કલેક્ટરે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તારાપુરથી વટામણની વચ્ચે સર્જાયેલા આ અકસ્માત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના અંગે ખેદ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ઇકો કાર ટ્રકમાં ઘસી જતાં સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેંટનાર લોકોને ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજિલ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા વડોદરામાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્રથી સુરત આવી રહેલી કાર વડોદરા નજીક પલટી ગઇ હતી અને તેમાં આમ આદમી પાર્ટીના અગ્રણી સહિત ત્રણના મોત થયા હતા.
Related Articles
હજીરા એલ એન્ડ ટીમાંથી મહાકાય મશીનરી ચીન મોકલાઇ
હજીરા સ્થિત હેવી એન્જિનીયરિંગ કંપની લાર્સન એન્ડ ટૂબ્રોએ થાઇસેનકૃપ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ જર્મની માટે પહેલીવાર ચીનમાં એક પ્રોજેક્ટ માટે બનાવેલા 4 ક્રિટિકલ પ્રોપીલીન ઓક્સાઇડ (પીઓ) રિએક્ટર્સ રવાના કર્યા છે. આ રિએક્ટરના કેટલાક ટેક્નિકલ પાર્ટ હજીરામાં તૈયાર કરવામાં આવ્યા હતા. ચારેય ટ્યુબ્યુલર રિએક્ટર તૈયાર થતા આજે તેને ચીન રવાના કરવામા આવ્યા છે. એલએન્ડટીના હજી ઉત્પાદન સંકુલમાં tkIS […]
હાલ ગુજરાતમાં લોકડાઉનની જરૂર નથી : રૂપાણી
દાહોદમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા સીએમ વિજય રૂપાણીએ હાલમાં ગુજરાતમાં લોકડાઉનની કોઈ જરૂરત નહીં હોવાનું જણાવ્યુ હતું. રૂપાણીએ કહ્યુંહતું કે,હાલમાં લોકડાઉનની જરૂરનથી, કારણકે,8 મનપા સહિત 20 શહેરોમાં રાત્રીકર્ફ્યૂઅમલમાં છે. જયારે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધકરાવીદેવાઈ છે. તેવી જ રીતે ધાર્મિ કસંસ્થાઓ, મોલ, થિયેટર, જીમ અને ક્લબ પણ બંધ કરાવી દેવામાં આવ્યાછે. અલબત્ત , જરૂરી […]
ઈન્જેક્શનના કાળા બજારીઓ સામે કડક કાર્યવાહી કરાશે: ડીજીપી
ગુજરાતમાં હાલ કોરોનાનાં કારણે અનેક લોકો સંક્રમિત થયા છે. ત્યારે હવે પોલીસ પણ ત્રીજા વેવ સામે લડવા સજ્જ બની છે. રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ 18 મે સુધી લંબાવવામાં આવ્યો છે. એવામાં ગુજરાત પોલીસના વડાએ આજે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રાત્રિ કર્ફ્યૂ માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.તેની સાથે આખા […]