ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (આઈએમએ) ગુરુવારે યોગ ગુરુ રામદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એલોપેથી પર તેમની ‘અયોગ્ય અને ખોટી રજૂઆત’ અંગે એફઆઇઆર નોંધાવાની માંગ કરવામાં આવી હતી. આઈપી એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવેલી ફરિયાદમાં મુખ્ય મેડિકલ સંસ્થાએ જણાવ્યું છે કે, બાબા રામદેવે કોરોના દર્દીઓની સારવાર માટે સ્થાપિત અને માન્ય પદ્ધતિઓ અને દવાઓ અંગે ઇરાદાપૂર્વક અને જાણી જોઈને ખોટી અને પાયાવિહોણી માહિતી ફેલાવી હતી.દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી છે અને આ અંગે તપાસ ચાલી રહી છે. 9મી મેના રોજ આઇએમએની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સ્વામી રામદેવે કોરોનાની પરિસ્થિતિનો લાભ લેવા માટેના ઉદ્દેશ્યના હેતુ જાહેર પ્લેટફોર્મ પર એલોપેથીક દવાઓ અને અન્ય સંલગ્ન કોરોના વાયરસ માટે આધુનિક વિજ્ઞાનની સારવાર તકનીકોના સંદર્ભમાં અપ્રમાણિક અને ખોટી રજૂઆતો કરી હતી.તેમણે જણાવ્યું કે, આ વીડિયો તમામ સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો હતો. આઇએમએએ આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે, યોગ ગુરુ રામદેવને રસીકરણ અભિયાન અંગેના કથિત ખોટી માહિતી અને કોરોનાની સારવાર માટે સરકારી પ્રોટોકોલને પડકારવા બદલ દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે.મુખ્ય મેડિકલ સંસ્થાએ પણ રામદેવને એલોપેથી અને એલોપેથિક પ્રેક્ટિશનરો વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરવા બદલ માનહાનિની નોટિસ ફટકારી હતી અને તેમને નોટિસ મળ્યાના 15 દિવસની અંદર માફી માંગવા અથવા રૂ.1,000 કરોડનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.
Related Articles
બિહારમાં પણ 15 મે સુધીનું લોકડાઉન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટની દરખાસ્ત ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં અત્યારે 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ […]
નિરંજની અખાડાએ 15 દિવસ પહેલાં જ કુંભ પૂર્ણ થયો હોવાની જાહેરાત કરી
કુંભમેળાના આયોજન વચ્ચે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે નિરંજની અખાડાના સચિવ રવીન્દ્ર પુરીએ જાહેરાત કરી છે કે તેમના માટે કુંભમેળો પૂરો થઈ ગયો છે. તેમણે જણાવ્યું હતું કે કુંભનું મુખ્ય શાહી સ્નાન પૂરું થઈ ગયું છે અને તેમના અખાડાના સાધુ-સંતોમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં છે.કોરોનાની સ્થિતિને જોતાં નિરંજની અખાડા બાદ અન્ય 5 સંન્યાસી […]
ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી મોત
સુપ્રસિદ્ધ ન્યૂઝ એન્કર રોહિત સરદાનાનું આજે નિધન થયું છે. લાંબા સમયથી જી ન્યૂઝમાં એન્કર રહેલા રોહિત સરદાના હાલના દિવસોમાં આજ તક ન્યૂઝ ચેનલમાં એન્કરિંગ કરતા હતા. તેમના મોત બાદ મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શુક્રવારે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું છે. આ સિવાય તેઓ કોરોનાનો ભોગ પણ બન્યા હતા, જેની હોસ્પિટલમાં […]