ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ – પશ્વિમ ચોમાસાનો કરંટ તૂટયો નથી એટલે કે તેને બ્રેક લાગી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અરબી સમુદ્રમાં અલ નીનો કે લા નીનોની કોઈ અર જોવા મળશે નહીં, એટલે કે દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. હાલમાં ચોમાસાની સિસ્ટમનો કરંટ આંદામાન – નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયો છે. રવિવારે અહીં હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી વેધર ફોરકાસ્ટ કરતાં ગ્રુપ સ્કાયમેટ દ્વ્રારા પણ ચોમાસુ ૧૦૩ ટકા રહેશે તેમ જણાવ્યું છે.હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દેશમાં ૯૬થી ૯૮ ટકા વરસાદ રહેશે.
Related Articles
બીલીમોરાના દેવધા ડેમના કેચમેન્ટ એરિયામાં કાર તણાઇ
બીલીમોરા સહીત ગણદેવી તાલુકામાં સતત બીજા દિવસે બુધવારે સાંજે વીતેલા 24 કલાકમાં વધુ 91 મીમી (3.64 ઇંચ) વરસાદ નોંધાયો હતો. તે સાથે મોસમનો 1790 મીમી એટલે કે 71.6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે દેવધા ડેમના પાણીમાં કાર ફસાતા તેને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ગુલાબ વાવાઝોડું ઓડિશા, આંધ્રપ્રદેશનાં કાંઠે ટકરાયા બાદ ગુજરાત તરફ […]
રાજ્યમાં ઓનલાઇન શૈક્ષણિક સત્ર શરૂ
રાજ્યમાં આજથી તા.7મી જૂનથી તમામ સરકારી કે ખાનગી ઓફિસો 100 ટકા હાજરી સાથે શરૂ થશે. જો કે રાજ્ય સરકારે માસ્ક ફરજીયાત હોવાનો તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો પણ આદેશ કર્યો છે.રાજ્યમાં માર્ચના અંત બાદ એપ્રિલ માસમાં કોરોનાના કેસો 13 હજારથી પણ વધી જવા પામ્યા હતા. જેના કારણે સરકારમાં અને ખાનગી ઓફિસમાં 50 ટકા સ્ટાફે હાજરી આપવી […]
વલસાડમાં હત્યા આરોપી ચોરી કરતાં ઝડપાયો
વલસાડ અબ્રામા ધરાનગરમાં જનરલ સ્ટોરમાંથી તસ્કરો રૂપિયા ચાર હજારની ચોરી કરી ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. ચોરી કરનાર હત્યાનો આરોપી છે, જેણે સાત વર્ષ જેલવાસ ભોગવ્યો છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના અબ્રામા ધરાનગરમાં શ્રીજી એપાર્ટમેન્ટ નં.101 માં રહેતા રાજેશ ચંપકલાલ શાહ અબ્રામા અરિહંત જનરલ સ્ટોર્સ નામની […]