ધો.૩ થી ૧૦ અને ધો.૧૨ના 51 વિષયોના પુસ્તકો બદલાયા

રાજયમાં નવા શૈક્ષણિક સત્રથી ધો- ૩થી ૧૦ અને ધો -૧૨ના જદા જુદા વિષયોના પુસ્તકો બદલાયા છે, આ બદલાયેલા પુસ્તકો પણ પ્રિન્ટ થઈને આવી ગયા છે. ૫૦ જેટલા પુસ્તકો બદલાયા છે. જેમાં ધો- ૧૨ના ૧ વિષયના, ધો-૧૦માં ૧, ધો -૯માં ૫ પુસ્તકો, ધો -૮માં ૨ પુસ્તકો, ધો-૭માં ૩, ધો -૬માં ૨, ધો-૫માં ૨, ધો – ૪ના ૧ અને ધો -૩ના ૧ પુસ્તકમાં ફેરફાર થયો છે. ખાસ કરીને ધો -૧૨માં કોમ્પ્યૂટર, ધો -૧૦માં સમાજ વિજ્ઞાન, ધો ૯માં કોમ્પ્યૂટર, ધો -૭માં સમાજ વિજ્ઞાન, ધો -૫માં ગુજરાતી અને સમાજ વિજ્ઞાન – ધો -૪માં ગુજરાતી, અને ધો -૩માં વાચનમાળાના પુસ્તકો બદલાયા છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા ધો ૧૦ અને ધો -૧૨ના પુસ્તકોમાં છેલ્લે ૨૦૧૭માં ફેરફાર કરાયો હતો. એટલે તેમાં ફેરફાર કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *