રાજ્યમાં મંગળવારે કોરોનાના 3794 કેસ નોંધાયા

રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં ૫૪૫ કેસ , વડોદરા શહેરમાં ૩૬૭ , સુરત શહેરમાં ૨૮૪, રાજકોટ શહેરમાં ૧૭૮, જામનગર શહેરમાં ૧૦૨, ભાવનગર શહેરમાં ૬૯ , જુનાગઢ શહેરમાં ૬૮, અને ગાંધીનગર શહેરમાં ૩૫ કેસ નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં ૨૦૮૮ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં સારવાર દરમ્યાન રાજમાં ૮૭૩૪ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૯.૨૬ ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજયમાં ૭૦૩૭૬૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર દરમ્યાન રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭, વડોદરા શહેરમાં ૩, સુરત શહેરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, જામનગર શહેરમાં ૪, ભાવનગર શહેરમાં ૧, જુનાગઢ શહેરમાં ૧ દર્દીનુ મૃત્યુ થયુ છે, કોરોનાના કારણે રાજયમાં અત્યાર સુધીમાં ૯૫૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *