અભિનેતા અક્ષય કુમારે રવિવારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પોતે હોમ ક્વોરેન્ટાઈન થયા હોવાની પણ માહિતી આપી હતી. ત્યારે હવે અભિનેતા અક્ષય કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષયે પોતે જ ટ્વીટ કરીને હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી આપી હતી. અક્ષયે લખ્યું હતું કે, ‘તમારી પ્રાર્થનાઓ માટે આભાર. લાગે છે એ કામ કરી રહી છે. હું સાજો છું પરંતુ સાવચેતીના પગલારૂપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે, જલ્દી ઘરે આવીશ, તમારૂં ધ્યાન રાખજો.’
