સુરતમાં હાલ આરોગ્ય કટોકટી જેવો માહોલ છે. દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણે હૉસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. દર્દીના જ્યારે શ્વાસ લેવામાં વધારે તકલીફ પડે છે ત્યારે તેમને જીવ બચાવવા માટે વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. સુરતમાં સ્મીમેર હૉસ્પિટલ માં વેન્ટિલેટર ઓછા પડતા તંત્રએ વલસાડથી વેન્ટિલેટર લાવવાની ફરજ પડી છે. જોકે, આ વેન્ટિલેટર કચરો ભરવાની બે ગાડીમાં લાવવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. આ અંગે વીડિયો વાયરલ થયા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે લાખોની કિંમતના વેન્ટિલેટર આવી રીતે કચરાની ગાડીમાં લાવીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ શું સાબિત કરવા માંગે છે? દર્દી માટે સંજીવની સમાન આ વેન્ટિલેટર મશીનોને આવી રીતે કચરાની ગાડીમાં ભરીને લાવવામાં આવે તે ખરેખર શરમજનક વાત છે. આ અંગે તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ SMC તંત્ર સામે રોષ જોવા મળ્યો છે. બીજું કે વેન્ટિલેટરને જે રીતે ટેમ્પોને ભરીને લઈ જવામાં આવી રહ્યા હતા તેનાથી મશીનને નુકસાન થવાની પણ સંભાવના રહેલી હતી.
Related Articles
નિલય જરીવાળાનું શ્રીનાથજીના ડેકોરેશન સાથે શ્રીજીનું સ્થાપન
સુરતના સોનીફળિયા નગરશેઠની પોળ ખાતે રહેતાં નિલય જરીવાળાએ બેકગ્રાઉન્ડમાં રાજસ્થાનના પ્રખ્યાત શ્રીનાથજી મંદિરનું ડેકોરેશન ઉભું કર્યું છે. તેમના શ્રીજીને વધારેમાં વધારે લાઇક કરીને તેમનો ઉત્સાહમાં વધારો કરો.નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો
રાકેશ ટિકૈતની સભામાં જતા રોકવા નવસારી કોંગ્રેસી નેતાઓ નજર કેદ
સંયુક્ત કિસાન મોરચાના નેતા અને દિલ્હીમાં કાર્યરત કૃષિ કાયદાના વિરોધનું આંદોલનનો પ્રમુખ ચહેરો રાકેશ ટિકૈત બારડોલીમાં સભા કરવા જઈ રહ્યા છે. જેને લઈને નવસારી જિલ્લાની કોંગ્રેસી વિચારધારા ધરાવતા ખેડૂતો તથા સેવા દળના આગેવાનો બારડોલી ન જઈ શકે તે માટે તેમને ઘરે નજર કૈદ કરવામાં આવ્યા છે. ગણદેવી વિસ્તારમાંથી મોટી સખ્યામાં આગેવાનોને જવાનો પ્લાન હતો પણ […]
આકારણી મુદ્દે બીલીમોરા પાલિકાના શાસકો અને ચીફ ઓફિસર આમને સામને
બીલીમોરા (BILIMORA) નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ(BJP)ના શાસકો આમને સામને આવી ગયા છે. વિવાદના મૂળમાં પોતાને આકારણી કરવાની સત્તા હોય પાલિકા પ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને સદસ્યોએ ચીફ ઓફિસરની આ સત્તા સામે પડકાર ફેંકતા મામલો સુરતની પ્રાદેશિક કમિશનરની કોર્ટમાં ચીફ ઓફિસર લઈ જતાં કમિશનરે પાલિકાના સત્તાધીશોને કારણદર્શક નોટિસ ફટકારી છે.સુરત ખાતે આવેલી પાલિકાની દક્ષિણ ઝોનના […]