ભારતમાં રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક વીની બીજી ખેપ આવી ચૂકી છે. હૈદરાબાદમાં રવિવારે રશિયન વેક્સિનની બીજી ખેપ વિશેષ વિમાનમાં આવી પહોંચી હતી. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરના કહેર વચ્ચે કોવિશીલ્ડ અને કોવેક્સિન પછી હવે વધુ એક વેક્સિન સ્પુતનિક-વી પણ બજારમાં ઉપલબ્ધ થશે. ભારતમાં સ્પુતનિકને આયાત કરનારી કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝએ જણાવ્યુ કે રસીના માટે લગભગ એક હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. કોરોનાના તમામ નવા વેરિએન્ટના વિરુધ્ધ સ્પુતનિક રસી કારગર હોવાનું રશિયાના ભારત સ્થિત રાજદૂતે જણાવ્યુ હતુ. રશિયન રાજદૂત એન. કુદાશેવએ કહ્યુ કે સ્પુતનિક-વી પ્રભાવશાળી હોવાની વાતથી દુનિયા સુપરિચિત છે. રશિયામાં રસીકરણ અભિયાનમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ રશિયાના તજજ્ઞોએ એલાન કર્યુ છે કે આ વેક્સિન કોવિડ-19ના નવા વેરિએન્ટની સામે પણ કારગર છે. રશિયા દ્વારા નિર્મિત સ્પૂતનિક-વી રસીની પ્રથમ ખેપ અંતર્ગત લગભગ દોઢ લાખ ડોઝનો પુરવઠો ગત તા. 1લી મેએ ભારત આવી પહોંચ્યો હતો. આ રસીને ગત તા. 13મી મેએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પ્રદાન કરી દેવાઈ છે. એથી આગામી સપ્તાહથી તે બજારમાં ઉપલબ્ધ થઈ જશે.
Related Articles
બિહારમાં પણ 15 મે સુધીનું લોકડાઉન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટની દરખાસ્ત ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં અત્યારે 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ […]
મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે અનુપચંદ્ર પાંડેયની નિમણૂક
આગામી છ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ચૂંટણી પંચને સજ્જ કરવાની શરૂઆત કરી દીધી છે. હવે ધીરે ધીરે જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોના સંક્રમણ ચાલી રહ્યું હોવાથી ચૂંટણીની પ્રક્રિયામાં કોઇ અડચણ નહીં પહોંચે તે તમામ બાબતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દરમિયાન સરકારે મંગળવારે અનુપચંદ્ર પાંડેયની ચૂંટણી કમિશનર […]
છેલ્લા બે વર્ષનું રિર્ટન એક સાથે ભરી શકાશે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ દ્વારા જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં કેટલીક છૂટછાટ આપ્યા બાદ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા કોરોના મહામારીના લીધે જે કરદાતાઓ વર્ષ 2019-20નું આવકવેરા પત્રક ભરી શક્યા નથી તેઓ ચાલુ નાણાંકીય વર્ષમાં પાછલા બે વર્ષ 2019-20 અને 2020-21નું રીટર્ન એકસાથે ભરી શકશે તેવો નિર્ણય લેવાયો છે. કોરોનાને લીધે ઉદ્યોગ-વેપારની હાલત […]