એક તરફ રાજયમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મૂકાય તે રીત નકલી રેમડેસિવિર વેચવા માટે રાજયભરમાં ધૂતારાની ગેંગ સક્રિય બની છે. આજે ગુજરાત પોલીસે મોરબી, અમદાવાદ અને સુરતમાં દરોડો પાડીને લાખોની કિંમતના નકલી રેમડેસિવિર અને તેને બનાવવાનું મટિરિટલ્સ જપ્ત કર્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે , આજે સવારે પોલીસે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન જપ્ત કર્યા છે આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપીને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજ ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.મોરબીના આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે આ જથ્થો અમદાવાદ- જુહાપુરાના આસિફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલિક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી. ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહંમદઆસિફ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરી વાળાના મકાનમાંથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કિંમત રૂા. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. અમદાવાદના આરોપીઓની તપાસ દરમિયાન આ જથ્થો તેઓ સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનું આરોપીઓએ જણાવતા એક ટીમ સુરત ખાતે રવાના કરાઈ હતી. કૌશલ વોરાની તપાસ કરતાં આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત ક્રાઈમબ્રાન્ચના એ.સી.પી. આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાંખતા હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે દરોડાની કાર્યાવહી ચાલુ છે.
Related Articles
રાજ્યની હોસ્પિટલોમાં ફક્ત 16 ટકા બેડ જ ખાલી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી સર્જાયેલી કોરોનાની બીજી લહેર ભયાનક સ્વરૂપ લઇ રહી છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોઉતર વધારો નોંધાતા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં બેડ ભરાઇ રહ્યાં છે. રાજ્યના કુલ 37 જિલ્લા, મનપા વિસ્તારોમાં આવેલી ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાંના કુલ 50695 બેડમાંથી 42758 ભરાઇ ગયા છે. હાઇકોર્ટે કરેલા સુઓમોટોમાં રાજ્ય સરકારે કરેલી કબૂલાત મુજબ અમરેલી, ખેડા, મોરબી, […]
ઉષાકિરણ યુવકમંડળ, વડોદરા 138 લાઇક સાથે પહેલા નંબર
અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ સ્પર્ધામાં ગ્રુપ કેટેગરીમાં ઉષા કિરણ યુવક મંડળ 116 લાઇક સાથે પહેલા ક્રમે ચાલી રહ્યાં છે જ્યારે વ્યકિતગત કેટેગરીમાં સુરત સોનીફળિયા નગર શેઠની પોળના નિલય જરીવાળા તેમજ ધરમપુર માછી ફળિયાના અક્ષય પાટીલ 60 લાઇક સાથે પહેલા ક્રમે ચાલી રહ્યાં છે. તમારા મિત્રો, સંબંધીઓ અને પડોશીઓને તમારા મંડળની પોસ્ટની વધુમાં વધુ લાઇક […]
ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ક્યારે યોજાશે તે પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણા દિવસોથી સતાવી રહ્યો હતો, જો કે તે અંગેનાં એક સુખદ સમાચાર આવ્યા છે, આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો […]