એક તરફ રાજયમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મૂકાય તે રીત નકલી રેમડેસિવિર વેચવા માટે રાજયભરમાં ધૂતારાની ગેંગ સક્રિય બની છે. આજે ગુજરાત પોલીસે મોરબી, અમદાવાદ અને સુરતમાં દરોડો પાડીને લાખોની કિંમતના નકલી રેમડેસિવિર અને તેને બનાવવાનું મટિરિટલ્સ જપ્ત કર્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે , આજે સવારે પોલીસે મોરબીમાં રૂ. ૫૮ લાખની કિંમતના ૧૨૧૧ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેકશન જપ્ત કર્યા છે આ ગુના સંદર્ભે મોરબીથી ૪ આરોપીને પકડી તેમની પાસેથી રૂ. ૧૯ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ કલમ ૨૭૪,૨૭૫,૩૦૮, ૪૨૦,૩૪,૧૨૦બી, તથા આવશ્યક ચીજ ચીજ વસ્તુ અધિનિયમ ની કલમ-૩,૭,૧૧, તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.મોરબીના આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે આ જથ્થો અમદાવાદ- જુહાપુરાના આસિફભાઇ પાસેથી આ ઇન્જેકશનો જથ્થો મેળવ્યાની હકીકત બહાર આવતા તાત્કાલિક એલ.સી.બી. મોરબીની એક ટીમ બનાવી વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબજે કરવા અમદાવાદ ટીમ રવાના કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના એ.સી.પી. ડી.પી.ચુડાસમાની મદદ મેળવી જુહાપુરા, ખાતે રેઇડ કરતા સપ્લાયર મહંમદઆસિફ ઉર્ફે આસિફ તથા રમીઝ કાદરી વાળાના મકાનમાંથી ભેળસેળ યુકત નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનંગ-૧૧૭૦ કિંમત રૂા. ૫૬,૧૬,૦૦૦/- તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦/- ના વધુ જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતાં. અમદાવાદના આરોપીઓની તપાસ દરમિયાન આ જથ્થો તેઓ સુરતના કૌશલ વોરા પાસેથી લાવ્યા હોવાનું આરોપીઓએ જણાવતા એક ટીમ સુરત ખાતે રવાના કરાઈ હતી. કૌશલ વોરાની તપાસ કરતાં આ જથ્થો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે ફાર્મ હાઉસ ખાતેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સંદર્ભે સુરત ક્રાઈમબ્રાન્ચના એ.સી.પી. આર.આર.સરવૈયાની મદદ લઇ ફાર્મ હાઉસ ખાતે રેઇડ કરતા કૌશલ મહેન્દ્રભાઇ વોરા તથા તેનો ભાગીદાર પુનિત ગુણવંતલાલ શાહ ફાર્મહાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની સામગ્રી સાથે ઝડપાઇ ગયા હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની આશરે ૫૫,૦૦૦ થી ૫૮૦૦૦ કાચની બોટલો, બોટલ પર લગાવવાના ૩૦,૦૦૦ સ્ટીકરો, બોટલોને સીલ કરવાનુ મશીન વિગેરે મળી આવ્યું હતું. આરોપીઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નાંખતા હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ સુરત ખાતે દરોડાની કાર્યાવહી ચાલુ છે.
Related Articles
આદિવાસી મહિલાઓને ઇ રિક્ષા અર્પણ કરતાં સીઆર પાટીલ
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી(STATUE OF UNITY) ખાતે પ્રદેશ ભાજપની કારોબારીની સાથો સાથ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તથા ભાજપના સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા ઈ રિક્ષાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઈ- રિક્ષાઓ આદિવાસી મહિલાઓ ચલાવશે. જેના પગલે આ વિસ્તારમાં પ્રદુષણની માત્રા ઓછી થશે.પીએમ નરેન્દ્ર મોદી(NARENDRA MODI)એ કેવડિયામાં સ્થાપેલી સરદાર પટેલની સૌથીઊંચી મૂર્તિની સાથે સાથે ઇકો-ટુરીઝમનાં […]
સાઇમોહન રો હાઉસ વડોદના મનિષ કાપિડયાના શ્રીગણેશ
સુરતના વડોદ ભેસ્તાન રોડ ઉપર આવેલા સાઇ મોહન રો હાઉસમાં મનિષ કાપડિયા દ્વારા ગણપતિનું ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 સુધી કરફ્યૂ
રાજ્યમાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત સહિત 8 શહેરોમાં રાત્રીના 12-00 થી સવારમાં 06-00 સુધી કરફર્યું અમલમાં મૂકવામાં આવ્યો છે. જે આગામી 10 ઓક્ટોબર સુધી અમલી રહેશે. આ અંગે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા રાજ્યના ૮ શહેરો અમદાવાદ, […]