રાજયમાં આજે રવિવારે કોરોનાના કેસ સતત ઘટવા સાથે નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જયારે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસ ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં છે. હાલમાં રાજયમાં ૭૫,૧૩૪ દર્દી સારવાર હેઠળ છે જે પૈકી ૬૫૨ દર્દીઓ વેન્ટિલેટર પર છે. જયારે ૭૪,૪૮૨ દર્દીઓની તબિયત સ્થિર છે. રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ શહેરમાં ૫૪૫ કેસ , વડોદરા શહેરમાં ૩૬૭ , સુરત શહેરમાં ૨૮૪, રાજકોટ શહેરમાં ૧૭૮, જામનગર શહેરમાં ૧૦૨, ભાવનગર શહેરમાં ૬૯ , જુનાગઢ શહેરમાં ૬૮, અને ગાંધીનગર શહેરમાં ૩૫ કેસ નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં ૨૦૮૮ કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં સારવાર દરમ્યાન રાજમાં ૮૭૩૪ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૯.૨૬ ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજયમાં ૭૦૩૭૬૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર દરમ્યાન રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭, વડોદરા શહેરમાં ૩, સુરત શહેરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, જામનગર શહેરમાં ૪, ભાવનગર શહેરમાં ૧, જુનાગઢ શહેરમાં ૧ દર્દીનુ મૃત્યુ થયુ છે, કોરોનાના કારણે રાજયમાં અત્યાર સુધીમાં ૯૫૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
Related Articles
રાજ્યમાં કોરોનામાં શુક્રવારે 9નાં મોત
રાજ્યમાં કોરોનાના નવા 4,251 કેસ નોંધાયા હતાં. જ્યારે અમદાવાદ મનપામાં 9 મૃત્યું સાથે રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 65 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યું આંક 9469 થયો છે. બીજી તરફ આજે 8,783 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6,86,581 દર્દીઓ સાજા થયા છે. આજે થયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 9 સુરત મનપામાં […]
ખેડૂતોના પાક બચાવવા સિંચાઇ દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે
રાજ્યમાં જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે, તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા કને […]
આજથી જ્વેલરીમાં ફરજિયાત હોલ માર્કિંગ
મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલય દ્વારા આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇને જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે જયારે દક્ષિણ ગુજરાતમાં […]