સમગ્ર દેશમાં કોરોના પછી થતાં મ્યુકરમાઈકોસિસનાં સૌથી વધુ ૨૨૮૧ એકલા ગુજરાતમાં જ નોંધાયા છે. ગુજરાતમાં આ દર્દીઓની સંખ્યા વધી રહી છે. બીજી તરફ રાજયમાં મ્યુકરમાઈકોસિસના કારણે ૭૦ દર્દીઓનાં મોત થયા છે. બ્લેક ફંગસ તરીકે ઓળખાતો આ રોગ ખાસ કરીને હવે બાળકોમાં પણ જોવા મળી રહ્યો છે. દાંત, મોઢાના ભાગે સોજો આવવાના લક્ષણો ધરાવતો આ રોગ હવે દર્દીના મગજ સુધી પહોંચી ગયો છે.
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ ગુજરાત બીજા નબરે મહારાષ્ટ્રમાં ૨૦૦૦ કેસો નોંધાયેલા છે તે પછી આંધ્રપ્રદેશમાં ૯૧૦ કેસો નોંધાયેલા છે.મધ્યપ્રદેશમાં ૭૨૦ અને રાજસ્થાનમાં ૭૦૦ કેસો નોંધાયેલા છે. કેન્દ્ર સરકારે આપેલી વિગતો મુજબ ગુજરાતને ૫૮૦૦ જેટલા એમ્ફોટેરિસિન ઈન્જેકશન ગુજરાતને આપવામાં આવ્યા છે. જો કે અમદાવાદમાં એલજી હોસ્પિટલની બહાર એવી સૂચના લગાવવામાં આવી છે કે અહીં એમ્ફોટેરિસિન ઈન્જેકશન ઉપલબ્ધ નથી. અમદાવદમાં મ્યુકરમાઈકોસિમના સૌથી વધારે કેસો નોંધાયા છે.