મેક્સિકોની એન્ડ્રિયા મેજાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામે કર્યો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂંજીએ તેને તાજ પહેરાવ્યો હતો. ફ્લોરિડા ખાતે યોજાયેલી ઈવેન્ટમાં બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનરઅપ રહી હતી. જ્યારે પેરૂની જેનિક મકેટા સેકન્ડ રનરઅપ રહી હતી. સ્પર્ધામાં ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ જ્યારે ડોમિનિકન રિપબ્લિકની કિમ્બરલી પેરેઝ ફોર્થ રનરઅપ બની હતી. મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતે પણ ટોપ 5માં જગ્યા બનાવી છે. સ્પર્ધામાં એડલિન કાસ્ટેલિનોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ચોથા નંબર પર જગ્યા બનાવી હતી. મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, ઈન્ડિયા, પેરૂ અને બ્રાઝિલ ટોપ-5માં પહોંચ્યા હતા.
Related Articles
અમીત શાહે ગુજરાતમાં ગર્ભવતી માટે શરૂ કરી લાડુ વિતરણ યોજના
સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહ (AMIT SHAH) ગુજરાત પહોંચ્યા હતાં. અહીં તેમણે તેમના સંસદીયક્ષેત્ર ગાંધીનગરમાં ગર્ભવતી મહિલાઓ માટે લાડુ વિતરણ યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું હતું કે, દેશ ત્યાં સુધી આગળ નહીં વધી શકે જ્યાં સુધી બાળકો અને ગર્ભવતતી માતા સંપૂર્ણ રીતે સ્વસ્થ નહીં થઇ જાય. તેમણે […]
ફ્રીડમ બર્ડ્સ મંડળ દ્વારા શ્રીમાન દગડુ શેઠ હલવાઇની થીમ પર આયોજન
સુરતના મોરાભાગળ વિસ્તારમાં આવેલી દેવઆશિષ સોસાયટીના ફ્રીડમબર્ડ્સ યુવક મંડળ દ્વારા ભવ્ય મહેલમાં અષ્ટવિનાયકને બિરાજમાન કરાવી અનોખું લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ ગ્રુપના યુવાનોની ભક્તિ ધન્યતાને પ્રાપ્ત છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ […]
12 વિપક્ષી દળોએ વડાપ્રધાનને પત્ર લખ્યો : મફત રસી સહિતની 9 માંગ
દેશમાં કોરોના મહામરીના વિકરાળ સંકટ અને ભાંગી ગયેલા સ્વાસ્થ્ય વ્યવસ્થા વચ્ચે દેશની તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. વડાપ્રધાનને આ ખુલ્લો પત્ર 12 વિપક્ષી પાર્ટીઓ દ્વારા લખવામાં આવ્યો છે. આ પત્ર પર સોનિયા ગાંધી(INC), એચડી દેવગૌડા(JD-S), શરદ પવાર(NCP), ઉદ્ધવ ઠાકરે(શિવસેના), મમતા બેનરજી(TMC), એમ કે સ્ટાલિન(DMK), હેમંત સોરેન(JMM), ફારુક અબ્દુલ્લા(JKPA), અખિલેશ […]