બંગાળની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ જયશ્રી રામનો નારો બુલંદ કર્યો હતો તો તેની સામે તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીએ ખેલા હોબેનો નારો આપ્યો હતો. દીદી તરીકે સુવિખ્યાત મમતા બેનર્જીના ખેલા હોબે નારો ખરેખર કારગર નિવડ્યો હતો અને પશ્વિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ગઇ હતી. જો બંગાળમાં ખેલ પૂરો થયો હોય તેમ લાગતું નથી. મમતા બેનર્જીએ હવે ખેલ શરૂ કર્યો હોય એવું બંગાળની હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે. પશ્વિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ છોડની ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કરનાર લોકો હવે ઘરવાપસી માટે તલપાપડ બન્યા છે. બીજેપી તેમને રોકવા માટે એડીચોટીનું જોર લગાડી રહી છે પરંતુ તેમાં તેને સફળતા મળે તેવું હાલની સ્થિતિ પરથી તો લાગી રહ્યું નથી. બંગાળમાં વિધાનસભાના વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ સોમવારે સાંજે રાજભવનમાં પાર્ટીના ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન 24 ધારાસભ્યોએ આ બેઠકથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. શુભેન્દુ અધિકારીએ આ બેઠકનું આયોજન રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને અન્ય ખોટી રીતે બને રહેલી ઘટનાઓ અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપવા માટે કર્યું હતું પરંતુ આ ખૂબ જ અગત્યની ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીના 24 ધારાસભ્યો હાજર રહ્યાં ન હતાં. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 74 ધારાસભ્યો ચૂંટાયા છે. આવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક અટકળો શરૂ થઇ ગઇ છે. રાજકીય જાણકારો માની રહ્યાં છે કે, હવે બંગાળમાં ચૂંટણી પહેલા જે ભાજપનું ગીયર ટોપમાં હતું તે હવે રિવર્સમાં જઇ રહ્યું છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, જે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયા છે અને બેઠકમાં હાજર નથી રહ્યાં તેઓ શુભેન્દુ અધિકારીને નેતા વિપક્ષ માનવા માટે જ તૈયાર નથી. બીજી તરફ તૃણમુલ કોંગ્રેસ પણ ધારાસભ્યોની ઘરવાપસી માટે ઉતાવળ કરવા માંગતી નથી કારણ કે, બંગાળમાં તેમની સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 30થી વધુ ધારાસભ્યો ટીએમસીમાં જોડાવા માટે તત્પર છે અને તેઓ ટીએમસીના સંપર્કમાં છે. મુકુલ રોય ફરી તૃણમુલમાં જોડાઇ ચૂક્યા છે અને સોનાલી ગુહા તેમેજ દિપેન્દુ બિશ્વાસ જેવા નેતાઓ ખૂલીને કહી રહ્યાં છે કે તેઓ ફરીથી ટીએમસીમાં જોડાવા માગી રહ્યાં છે.
Related Articles
15 વર્ષ જૂના અનફિટ વાહનો ભંગારવાડામાં મોકલી અપાશે
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRAMODI)એ આજે શુક્રવારે એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક વીડિયો કોન્ફોરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 15 વર્ષ જૂના વાહનોમાટેની નવી સ્ક્રેપ પોલીસી ઓક્ટોબર મહિનાથી લાગુ થઇ જશે. તેમણે સ્ક્રેપ(SCRAP) પોલીસીની માહિતી આપતા જણાવ્યું હતું કે, જે વાહનચાલક તેમના જૂના વાહનો ભંગારમાં આપશે તેમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. […]
સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત 60હજાર પોંઇન્ટથી ઉપર બંધ
રોકાણકારોએ બૅન્કિંગ, ફાયનાન્સ અને ઑટો શૅરોમાં નીરસ વૈશ્વિક હવામાન છતાં લેવાલી ચાલુ રાખતા આજે મુંબઈ શૅરબજારના સેન્સેક્સે 60000ની સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. 30 શૅરોનો સેન્સેક્સ 163.11 પૉઇન્ટ્સ એટલે કે 0.27% વધીને 60048.47ની સર્વોચ્ચ-સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં તેણે 60333ની ઑલ ટાઇમ હાઇ પિક બનાવી હતી. એવી જ રીતે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ […]
ન્યૂ ઝીલેન્ડના ઓકલેન્ડમાં આતંકવાદી હુમલો
ન્યૂઝીલેન્ડનું વહીવટીતંત્ર ઈસ્લામિક સ્ટેટ જૂથથી પ્રભાવિત એક ઉગ્રવાદીને ચોવીસ કલાકથી શોધી રહ્યુ હતું ત્યારે તેણે ઓકલેન્ડના એક સુપરમાર્કેટમાં ચપ્પુ વડે હુમલો કરી 6 લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા, આ બનાવની એક મિનિટની અંદર પોલીસે તેને ઠાર માર્યો હતો. પોલીસે જણાવ્યુ હતું કે ઈજાગ્રસ્તો પૈકી ત્રણની સ્થિતિ ગંભીર છે જ્યારે બેની સ્થિતિ સામાન્ય છે. વડા પ્રધાન જેસિન્ડા […]