પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ સૌમેંદુ અધિકારી વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસે બંને ભાઈઓ પર રાહત સામગ્રીની ચોરીનો આરોપ લગાવ્યો છે. પૂર્વીય મિદનાપુર જિલ્લાના કોંટાઈ પોલીસ સ્ટેશન ખાતે શુભેંદુ અધિકારી અને તેમના ભાઈ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. કોંટાઈ મ્યુનિસિપાલિટીના બોર્ડ ઓફ એડમિનિસ્ટ્રેટર્સના સદસ્ય રત્નદીપ મન્નાએ 1 જૂનના રોજ લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, 29 મેના રોજ હિમાંગ્શુ મન્ના અને પ્રતાપ ડે નામની 2 વ્યક્તિ મ્યુનિસિપાલિટીના ગોદામમાંથી તિરપાલ એટલે કે ઝૂંપડા ઢાંકવામાં વપરાતા પ્લાસ્ટિકના મીણિયાની એક ટ્રક લઈ ગયા હતા. ફરિયાદકર્તાએ તેના પાછળ શુભેંદુ અધિકારી અને સૌમેંદુ અધિકારીનું મગજ એટલે કે કારસ્તાન હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ આ સમગ્ર ઘટનાને કેન્દ્રીય સુરક્ષા દળની મદદથી અંજામ આપવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. રત્નદીપે ફરિયાદમાં લખાવ્યું હતું કે, જ્યારે મ્યુનિસિપાલિટીના સદસ્ય ગોદામમાં પહોંચ્યા ત્યારે તેમને હિમાંગ્શુ મળ્યો હતો અને તેણે પુછપરછ દરમિયાન શુભેંદુ અને સૌમેંદુ અધિકારીએ તિરપાલ ભરેલી ટ્રક લાવવા કહ્યું હોવાનું જણાવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે શુભેંદુ અધિકારી, તેમના ભાઈ સૌમેંદુ અધિકારી, હિમાંગ્શુ મન્ના અને પ્રતાપ ડે વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે પ્રતાપ ડેની ધરપકડ કરી લીધી છે અને તેની પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે કથિત રીતે ચોરી કરવામાં આવેલી રાહત સામગ્રી નંદીગ્રામ ખાતે તોફાનથી પ્રભાવિત વિસ્તારોમાં વહેંચવામાં આવી હતી.
Related Articles
તાલિબાનોને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાનખાનનું ખુલ્લું સમર્થન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે. પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીના દેશભરના સમાન અભ્યાસક્રમનો આરંભ કરાવવા માટેના એક સમારંભમાં પ્રવચન કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે જ્યારે તમે કોઇ બીજાની સંસ્કૃતિ અપનાવો છો અને માનો છો કે તે વધુ […]
આજ મહિને કોરોનાની ત્રીજી લહેરની નિષ્ણાતોની ચેતવણી
દેશમાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાનું નવું, નાનુ મોજું આ મહિને શરૂ થઇ શકે છે એવી ચેતવણી કેટલાક આઇઆઇટી નિષ્ણાતોએ આપી છે. એપ્રિલ-મે મહિનામાં કોવિડના બીજા મોજાએ દેશભરમાં હાહાકાર મચાવ્યા પછી કેસો ખૂબ ઓછા થઇ ગયા હતા, પરંતુ હાલ છેલ્લા કેટલાક દિવસથી દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને કેરળમાં કેસો ફરીથી વધવા માંડ્યા છે ત્યારે આ નિષ્ણાતોએ આગાહી […]
4200 કરોડની ક્રિપ્ટોકરન્સીની ચોરી
હેકર્સ ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીમાં 600 મિલિયન ડોલરથી વધુની ચોરી કરી છે. હેકરોએ આ કામ બ્લોકચેન આધારિત પ્લેટફોર્મ પોલી નેટવર્કનો ભંગ કરીને આ કર્યું છે. કંપનીએ ટ્વીટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે. વિકેન્દ્રિત ફાઇનાન્સ અથવા ડિફાઇ સ્પેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ચોરી છે. પોલી નેટવર્ક એક પ્લેટફોર્મ છે જે વપરાશકર્તાઓને ક્રિપ્ટો ટોકનનું વિનિમય […]