રાજકોટમાં જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. ગોંડલ પંથકના વાવડીમાં અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે ઉનાળુ પાકમાં માવઠાંનો માર પડ્યો છે.
Related Articles
કોરોનામાં મા-બાપ ગુમાવનાર બાળકને મહિને રૂા.4 હજાર સહાય
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કેટલાંય બાળકોએ કોરોનાથી સંક્રમિત માતા-પિતા ગુમાવ્યાં છે. આ અનાથ બાળકો માટે રૂપાણી સરકાર મદદે આવી છે. માતાપિતાની છત્રછાયા ગુમાવનારાં અનાથ-નિરાધાર બાળકને દર મહિને રૂા. 4 હજાર સહાય કરવા સરકારે નિર્ણય કર્યો છે. કોરોનાને લીધે ગુજરાતમાં મૃત્યુઆંક ચિંતાજનક છે. જોકે, હવે થોડાક રાહતના સમાચાર એ છે કે, શહેરોમાં કોરોનાના કેસો ઘટી […]
એક જ અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ આવશે
કોરોનાના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક 150 નવી એમ્બ્યુલન્સ ખરીદીને દર્દીઓની સેવામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, નવી એમ્બ્યુલન્સ તાત્કાલિક મળી જાય તે માટે કંપની સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને એક અઠવાડિયામાં નવી 150 એમ્બ્યુલન્સ કોરોના સામેના યુદ્ધમાં આરોગ્ય તંત્રના કાફલામાં […]
જ્વેલર્સ સાથે ઠગાઇમાં બીલીમોરાના ભાજપ અગ્રણીની સંડોવણી
બીલીમોરાનાં આર.એ.પરીખ જ્વેલર્સમાંથી બે વર્ષ અગાઉ રૂ.60,71,781નાં 1692.320 ગ્રામનાં સોનાનાં દાગીના પડાવી લેવાના કેસમાં મહિલા આરોપીએ આ દાગીના તેના મિત્ર ભાજપ અગ્રણીને આપ્યા હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત કરી હતી. જે દાગીના તેના મિત્રએ અલગ અલગ અનેક લોકો પાસે મુથુટ ફિનકોપ લિ. માં ગીરવે મુકાવી લોન મેળવી હતી. દરમિયાન રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે વધુ રિમાન્ડ માટે […]