રાજકોટમાં જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. ગોંડલ પંથકના વાવડીમાં અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે ઉનાળુ પાકમાં માવઠાંનો માર પડ્યો છે.
Related Articles
ધો. 10ની પરીક્ષા રદ : બોર્ડમાં પ્રથમવાર માસ પ્રમોશન
કોરોનાની બીજી લહેરમાં અતિસંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધો.10ની પરીક્ષા રદ કર્યા બાદ અંતે ગુજરાત સરકારે પણ ધો.10ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. નિયમિત રીતે માર્ચમા લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકૂળ કરી 10મીમેથી લેવાનુ જાહેર કરાયુ હતું અને કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતા સરકારે 10મી મેથી લેવનારી પરીક્ષા […]
રાજ્યના 10 હજાર પોલીસ જવાન બોડીબોર્ન કેમેરાથી સજ્જ થશે
સાબરકાંઠા જિલ્લા રામપુરા ખાતેના કિસાન સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીને પોલીસ અધિક્ષકની કચેરી હિંમતનગર ખાતે યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ૧૦ હજાર બોડી બોર્ન કેમેરા પોલિસ કર્મી ઉપર લગાડીને કંટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે. જેથી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ નિવારી શકાય. સાઇબર ક્રાઇમ ઘટાડવા માટે પણ અનેક પગલા લેવામાં આવશે […]
સુરતમાં વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પ
કોરોના મહામારીનો સામનો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્પાપાર, ધંધા, વ્યવસાય કે અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોને રસીકરણના છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે આજરોજ રવિવારના દિવસે સુરત મહાનગરપાલિકા અને જિલ્લામાં ખાસ વેક્સિનેશન કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટેક્ષટાઈલ, વાણિજ્યિક સંસ્થાઓ, જીમ, કોચિંગ સેન્ટર્સ સાથે સંકળાયેલ લોકોએ મોટી સંખ્યામાં વેક્સિન લીધી […]