ગુજરાત સરકારે રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કર્યા છે. હાલ રાજ્યમાં રોજના આશરે 25 હજાર આવા ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ભરતી થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિરની તંગી ઊભી ના થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.
