બે દિવસનું ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

આવતીકાલ તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહયુ છે. જેના પગલે વિધાનસભા સંકુલના ફરતે સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર વખતે ભાજપ સરકારની નિષ્ફળતા , જામનગર, રાજકોટ અને જુનાગઢમાં અતિવૃષ્ટિ તેજમ તૌકતે વાવાઝોડાની પણ બાકી સહાય, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વ્રારા નવી ભાજપ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરાશે, જેના પગલે બે દિવસની ગૃહની કાર્યવાહી તોફાની બની રહે તેવી સંભાવના છે. કોંગ્રેસ દ્વ્રારા પક્ષના ધારાસભ્યોની બેઠક પણ યોજવામા આવી છે.બીજી તરફ બે દિવસીય સત્રના પગલે વિધાનસભા સંકુલની અંદર – બહાર સલામતીના સધન પગલા લેવામાં આવ્યા છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે કચ્છના ભાજપના સભ્ય ડૉ નીમાબેન આચાર્યની વરણી કરાઈ છે. જયારે ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જોવા મળશે. કારણ કે ભાજપ તરફથી જેઠા ભરવાડ અને કોંગી તરફથી ડૉ અનિલ જોષીયારાએ ફોર્મ ભર્યુ છે.અલબત્ત મતાદન કરવામા આવે તો પણ ઉપાધ્યક્ષ પદ ભાજપના ફાળે જાય તેમ છે.


વિધાનસભામાં પક્ષવાર સ્થિતિ જોઈએ, તો ભાજપ પાસે 112, કોંગ્રેસ પાસે 65, સભ્યો છે. જયારે એક અપક્ષ જીગ્નેશ મેવાણી અને બે બેઠકો બીટીપી પાસે છે. આ ઉપરાતં દ્વ્રારકાની એક બેઠક કોર્ટ મેટર હોવાથી ખાલી છે.વિધાનસભાનું બે દિવસીય સત્ર મળે તે પહેલા જ ભાજપ હાઈકમાન્ડના આદેશના પગલે સીએમ વિજય રૂપાણી રાજીનામુ આપી દેતા આખી સરકારને ઘરે બેસી જવુ પડયુ છે. હવે નવા નામાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કેબીનેટના સભ્યો કોંગ્રેસના પ્રશ્નોનો જવાબ આપશે. જયારે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડે સીએમ નીતન પટેલ તથા પૂર્વ કેબીનેટ મંત્રીઓની બેઠક વ્યવસ્થા પણ બદલાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *