વલસાડમાં પાંચ દિવસના ગણપતિનું વિસર્જન

વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બિરાજમાન શ્રીજીનું પાંચમા દિવસનું ગૌરી વિસર્જન વાજતેગાજતે અશ્રુભીની આંખે વલસાડની ઔરંગા નદી અને વાંકી નદીમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગણેશોત્સવની મંજૂરી આપવામાં આવી છે આ વર્ષે ગણેશોત્સવમાં ઘરમાં 2 ફૂટ અને પંડાલમાં 4 ફૂટથી નાની પ્રતિમાની જ મંજૂરી હોય આ તમામ પ્રતિમાઓનું વિસર્જનમાં 15 વ્યક્તિઓની મર્યાદિત સંખ્યામાં ભક્તોની હાજરી સાથે કૃત્રિમ કુંડ અને નદીમાં કરવામાં આવ્યું હતું. જેના માટે નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના કિનારે કૃત્રિમ કુંડ તૈયાર કરી દેવાયા છે વલસાડ નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના ઓવરા પર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. મંગળવારે વલસાડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશભક્તોએ પોતાના ઘર અને પંડાલમાં સ્થાપન કરેલા ગણેશજીનું આજે પાંચમાં દિવસે વાજતે ગાજતે અશ્રુભીની આંખે વલસાડ શહેરની ઔરંગા નદી અને વાંકી નદીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગાઈડલાઈન અનુસાર વિસર્જનના દિવસે ભક્તોએ ડીજે અને ઢોલ નગારા પોતાના ઘરઆંગણે અને પંડાલમાજ વગાડ્યા હતા ત્યારબાદ 15 વ્યક્તિઓની સંખ્યા સાથે નીકળી ગણપતિ બાપ્પાનું નદી અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *