રાજ્યભરમાં કોરોના વેક્સિન(VACCINE) આપવાની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સરકારે સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે, આમ રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ રસીના ડોઝની આપવાનો વિક્રમ(RECORD) સર્જાયો છે. ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રાજ્ય રહ્યું છે. ગુજરાતમાં (GUJARAT)૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર ૯૦૩ લોકોમાંથી અત્યાર સુધીમાં ૭૦.૨૦ % લોકો એટલે કે ૩ કરોડ ૪૬ લાખ ૧૪ હજાર ૬૬૦ લોકોને પ્રથમ ડોઝ અને ૧ કરોડ ૧૬ લાખ ૫૬ હજાર ૫ લોકોને બીજો ડોઝ મળી કુલ ૪,૬૨,૭૦,૬૬૫ ડોઝ વેક્સિનના આપવામાં આવ્યા છે.
Related Articles
મધ્યપ્રદેશના બાલાઘાટમાં પેટ્રોલ 111 રૂપિયે લિટર
બળતણના ભાવમાં ફરી એકવાર વધારો કરાયા બાદ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને નાગાલેન્ડમાં અમુક સ્થળોએ પેટ્રોલના ભાવ આજે લિટરે રૂ. 100ની સપાટીને કૂદાવી ગયા હતા. આજે પેટ્રોલના ભાવમાં લિટરે 35 પૈસા અને ડિઝલમાં 26 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 100.91 અને ડિઝલનો રૂ. 89.88 થયો છે. યુપીના રામપુર જિલ્લા, છત્તીસગઢના […]
ધો.10-12ની પરીક્ષામાં ફેરફારની શક્યતા
રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એવી જાહેરત કરી છે તે ધો – 10 અને 12ની પરીક્ષા તો લેવાશે. અલબત્ત તારીખમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે. આગામી તા.10મી મેથી આ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આજે એક ટીવી ઈન્ટરવ્યુમાં સીએમ વિજય રૂપાણીને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર […]
ઉષાકિરણ મંડળ રાવપુરા વડોદરા અને સાઇ યુવક મંડળ ગલેમંડી સુરત વચ્ચે કાંટાની ટક્કર
મંડળ-ગ્રુપ કેટેગરી (અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા – 2021) () ઉષા કિરણ યુવક મંડળ રાવપુરા વડોદરા 322 લાઇક() શ્રી સાઇ યુવક મંડળ, ગલેમંડી, સુરત 305 લાઇક() અંબિકા યુવક મંડળ ઉધના મગદલ્લારોડ સુરત 120 લાઇક() સુરત, મુક્તિગ્રુપ, દેવઆશિષ સોસાયટી મોરાભાગળ 105 લાઇક() વડોદરા, મદનઝાંપા, શ્યામદાસ યુવક મંડળ 101 લાઇક() ગણદેવી મોહનપુર સત્યમેવ જયતે યુવક […]