દોઢ કલાક સુધી ચાલી પીએમ મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે બેઠક

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત દરમિયામ મુખ્યમંત્રીએ તેમના ચાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ નરેન્દ્ર મોદીને સોંપ્યો છે. આ બેઠક દરમિયાન આવતા વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પછી યોગી આદિત્યનાથે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી અને ત્યાર પછી તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *