હવે ઉત્તર ગુજરાતમાં 1000 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયાનો દાવો

સુરત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં આપ પાર્ટીમાં સદસ્યતા અભિયાન દરમિયાન આજે 1000 લોકો જોડાઈ જતાં ભાજપ સહિત રાજકીય પક્ષોને ઝટકો લાગ્યો છે. આપમાં જોડાયેલા જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળાઓ લોકગીતોના સ્વરૂપમાં આપના વખાણ કરતાં ગીતો ગાયા હતા. જેના પગલે લોકો માહિત થઈ ગયા હતા. બનાસકાંઠાના જગાણા ગામે આપ પાર્ટીનું સદસ્યતા અભિયાન સંમેલન યોજાયું હતું. જેમાં આપના પ્રદેશ ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી , સંગઠન મહામંત્રી રમેશભાઈ નાભાણીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન શરૂ કરાયુ હતું. જેમાં માનજીભાઈ ચૌધરી, પ્રવિણ ચૌહાણ, પ્રવિણભાઈ રબારી, મોંઘજીભાઈ ચૌધરી, બાબુભાઈ મકવાણા, ભગવાનભાઈ પ્રજાપતિ, વિનોદભાઈ કરેન, બાબુભાઈ લોહ, ડૉ પાર્થભાઈ જોશી, કિશોરભાઈ સોની, ડાહ્યાભાઈ પ્રજાપતિ તેમજ ભાજપના આગેવાનો પણ જોડાયા હતા. અગાઉ સુરતમાં જાણીતા ઉદ્યાગપતિ અને સામાજિક કાર્યકર મહેશ સવાણી પણ આપમાં જોડાઈ ગયા હતા.

તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ આમ આદમી પાર્ટીની જનસંવેદના યાત્રા ચાલી રહી છે. આ યાત્રા દરમિયાનના આપ પાર્ટીના સદસ્યતા અભિયાન દરમિયાન દ્વારકામાં આપના પ્રદેશ અગ્રણી ઈશુદાન ગઢવીનેં ભેટીને એક સ્થાનિક રીતસરના ભેટીને રડી પડ્યાં હતાં. આ સ્થાનિક વડીલે ઈશુદાનને ભેટીને રડતાં રડતા કહયું હતું કે, હું વર્ષોથી આપની રાહ જોઈ રહ્યો હતો. તમે અમને આ તાનાશાહીથી બચાવો. ઈશુદાને આ વડીલના હાથ પકડીને કહયું હતું કે તમે રોશો નહીં ..સૌ સારા વાના થશે. ઈશુદાનની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા હતા. ઈશુદાનને ભેટીને વડીલ રડી પડયા તે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસના વિકલ્પ તરીકે ઉભરી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસ અને ભાજપ સિવાય કોઇ ત્રીજી પાર્ટીને સફળતા મળી નથી. મહા ગુજરાત જનતા પાર્ટીને પણ ગુજરાતમાં સફળતા મળી ન હતી. આ પાર્ટીમાં પણ મૂળ ભાજપના જ હતાં. લોકો વર્ષોથી ભાજપનો વિકલ્પ શોધી રહ્યાં હતા પરંતુ હવે જ્યારે ત્રીજો વિકલ્પ મળ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *