કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે. જો કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તો સરકારે જ્યાં હજુ પણ પ્રતિબંધ મૂકેલો છે ત્યાં લાગુ નહીં થાય. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટા પાયે વેક્સિનેશનની કામગીરી થઈ છે. અમેરિકામાં મોટા ભાગે તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂરૂ થઈ ચૂક્ચું છે અને તાજેતરમાં જ બાળકોને વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ મુદ્દે સીડીસીની ખૂલ્લા દિલે પ્રશંસા કરી હતી.
