ઉમરગામના સોળસુંબાની શાંતિવન સોસાયટીના રાંદલ ધામમાં ભારત માતાની પ્રતિમાનું અનાવરણ એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના હેડ એમ.એસ. બિટ્ટાની ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અનાવરણ પ્રસંગે તાલુકાના ધારાસભ્ય રાજ્યના મંત્રી રમણ પાટકર, સોળસુંબાના સરપંચ અમિત પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, અગ્રણી વિનોદભાઈ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામ(UMARGAM)ના સોળસુંબા ગામે શાંતિવન સોસાયટી ખાતે રાંદલ ધામમાં અનેક હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આ રાંદલ ધામમાં ભારત માતા(MOTHER INDIA)ની પ્રતિમા મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જેના અનાવરણ પ્રસંગે શુક્રવારે એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના હેડ એમ.એસ. બિટ્ટા(BITTA) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેશ અને દુનિયામાં ગુજરાતની ઇજ્જત વધારી છે. રામ મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે. ૩૭૦ ધારા હટાવી છે. મોટા મોટા નિર્ણયો દેશહિતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRA MODI) સાહેબ અને અમિત શાહે લીધા છે. નવા જનરેશન માટે નવા ભારતનું નિર્માણ તેઓ કરી રહ્યા છે. તેમના હાથમાં દેશ સુરક્ષિત છે. આજે નવી નવી પોલિટીકલ પાર્ટીઓ આવી રહી છે. ગુજરાતના લોકો આવી પાર્ટીથી ચેતીને રહે તે જરૂરી છે મારા માટે પ્રથમ રાષ્ટ્ર છે. અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે.
