ઉમરગામમાં સોળસુંબા ડીજીવીસીએલ સબ ડિવિઝનની કચેરીનું લોકાર્પણ

ડીજીવીસીએલ ઉમરગામ સબ ડિવિઝનનનું વિભાજન કરી સોળસુંબા સબ ડિવિઝન કચેરી અલગ કરાતા ઉમરગામ નવી જીઆઈડીસી ભાવિકા કોમ્પલેક્ષ ખાતે કચેરીનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું. નવી કચેરી ખાતે ભગવાન સત્યનારાયણની પૂજા કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સબ ડિવિઝનમાં દેહરી ગોવાડા દહાડ ભાટીકરમબેલી હુંમરણ સોળસુંબા પળગામ ટીંભી વિગેરે આઠ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ડીજીવીસીએલના અધિક્ષક ઈજનેર જી.ડી.ભૈયા, વીજ કચેરીના અધિકારી ડી.જી.ભૈયા વલસાડ, એન.પી.પટેલ કાર્યપાલક ઇજનેર ડિવિઝન વાપી, ડી.એફ.પટેલ નાયબ ઈજનેર સોળસુંબા, વલસાડ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો દિપકભાઈ મિસ્ત્રી ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, યુઆઈએ પ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, આજુબાજુના ગામના આગેવાનો તથા વીજ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *