અમેરિકાના નિષ્ણાતો તમામ અમેરિકનોને કોરોના વાયરસ સામે કાયમી સૂરક્ષા સુનિશ્ચિત કરવા માટે વયને ધ્યાનમાં લીધા વિના અને બીજો ડોઝ મળ્યાના આઠ મહિના પછી કોરોના રસીના બૂસ્ટર્સની ભલામણ કરે છે. કારણે કે, સમગ્ર દેશમાં ડેલ્ટા વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે.ફેડરલ હેલ્થ ઑફિસરો સક્રિયપણે તપાસ કરી રહ્યા છે કે, આ પાનખરની શરૂઆતમાં ત્યાં રસીકરણ માટે બુસ્ટર ડોઝની જરૂર પડશે કે નહીં. અમેરિકામાં કેસની સંખ્યાની સમીક્ષા કરવાની સાથે સાથે ઇઝરાયેલ જેવા અન્ય દેશોની પરિસ્થિતિની સમીક્ષા કરવાનું સૂચવે છે. જ્યાં પ્રાથમિક અભ્યાસ સૂચવે છે કે, રસીકરણ કરવામાં આવેલા લોકોમાં જાન્યુઆરીમાં બીમારીના ફેલાવામાં ઘટાડો નોંધાયો છે.આ બાબતથી પરિચિત બે લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યાં મુજબ, આ અઠવાડિયે અમેરિકા બૂસ્ટર ડોઝના ભલામણ અંગેની જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન રસીઓને ઔપચારિક રીતે મંજૂરી આપે પછી જ બુસ્ટર ડોઝનું વ્યાપકપણે સંચાલિત થવાનું શરૂ થશે. આગામી અઠવાડિયામાં ફાઇઝર રસીના ડોઝ માટે આ કાર્યવાહીની અપેક્ષા છે.ગયા અઠવાડિયે, અમેરિકા આરોગ્ય અધિકારીઓએ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા કેટલાક માટે બૂસ્ટર ડોઝની ભલામણ કરી હતી.
જેમને વાયરસનો ચેપ લાગવાનુ જોખમ વધારે સમય જતાં રસીઓની અસરકારકતા ઘટતી હોવાના પુરાવા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર ડો.ફ્રાન્સિસ કોલિન્સે રવિવારે જણાવ્યું હતું કે, અમેરિકા આગામી બે સપ્તાહમાં નક્કી કરી શકે છે કે આ સિઝનમાં અમેરિકનોને કોરોના વાયરસનો બૂસ્ટર ડોઝ આપવો કે નહીં. અમેરિકામાં બુસ્ટર ડોઝ મેળવવામાં પ્રથમ આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ હોમના રહેવાસીઓ અને વૃદ્ધ લોકો હોઈ શકે છે.