કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી માટે સુરત કલેક્ટરે બેઠક યોજી

જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને આજરોજ નવી સિવિલ ખાતેની મેડીકલ કોલેજના સભાખંડમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાબતે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરે સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ બાબતે જણાવ્યું હતું કે, ઓકિસજનના જથ્થાનું સતત મોનીટરીંગ થાય, ટ્રાએઝ એરીયા તથા ડેડબોડીનું યોગ્ય મેનેજમેન્ટ, હેલ્પ ડેસ્ક પર દર્દીઓના પરિવારજનોને સચોટ વિગતો મળે તે માટેનું સુચારૂ આયોજન ઘડી કાઢવા જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા કલેકટરે હોસ્પિટલમાં ખુટતીજરૂરીયાતોની પૂર્તતા માટે કામગીરી હાથ ધરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં મેડીકલ કોલેજના ડીન ડો.ઋતુભરા મહેતાએ કોરોનાની પહેલી તથા બીજી લહેરમાં હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓની વિગતો પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરી હતી.

સિવિલમાં કોરોનાની સારવાર માટે હાલમાં જનરલ તથા આઈ.સી.યુ.બેડ, વેન્ટીલેટરની સંખ્યા, ઓકિસજનની સ્થિતિ, ડોકટર, નર્સીગ સ્ટાફની વિગતો આપી હતી. આ ઉપરાંત કોરોનાની બીજી લહેરમાં ઓકિસજનની પરિસ્થિતિ, મેનપાવર, આર.ટી.પી.સી.આર ટેસ્ટની વિગતોની રજુ કરી હતી. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી સહિત સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,સુરત: શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 5 જ પોઝિટિવ દર્દી નોંધાયા હતા અને તે સાથે જ કેસનો કુલ આંક 111335 પર પહોંચ્યો છે. તેમજ ગઈકાલે કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી. કુલ મૃત્યુઆંક 1629 પર પહોંચ્યો છે. તેમજ વધુ 8 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 109654 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 98.49 ટકા પર પહોંચ્યો છે. શહેરમાં ગઈકાલે રાંદેર ઝોનમાં 2, તેમજ કતારગામ, ઉધના અને અઠવા ઝોનમાં એક-એક કેસ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *