રાજય સરકાર એક સરખી પાર્કિગ નીતિ નક્કી કરે : સુપ્રીમ

સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ચની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના આદેશમાં ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે એકસરખી પાર્કિગ નીતિ અમલમાં મૂકવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ દ્વારા એવુ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના મેટ્રો સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી છે. ખાસ કરીને સરખી પાર્કિગ વ્યવસ્થા નહીં હોવાના કારણે ઘણી વખત લોકોને રોડ સાઈડમાં કાર પાર્ક કરવી પડે છે. ગુજરાતમાં તમામ મનપા મટે એકસરખી પાર્કિગ નીતિનો અભાવ છે. રાજય સરકાર તરફથી એવી રજૂઆત કરાી હતી કે રાજય સરકારે હવે સુરત મનપાની પાર્કિગ નીતિનો અમલ કરવાનું નક્કી કર્યુ છે. સુપ્રીમની ડિવીઝન બેન્ચે એવું નીરિક્ષણ કર્યુ હતું કે જુદા જુદા શહેરોમાં જુદી પાર્કિગ નીતિ ના હોઈ શકે. રાજય સરકારે એક કોમન પાર્કિગ નીતિ ટાઉન પ્લાનિંગ એકટ અથવા નવા જીડીસીઆર મુજબ બનાવવી જોઈએ.

આગામી 14મી સપ્ટે.ના રોજ વધુ સુનાવણી દરમ્યાન રાજય સરકારે નવી નીતિ સાથે સુનાવણી વખતે હાજરલ રહેવાનું રહેશે. અગાઉ રાહુલ રાજ મોલ તરફથી સીનિયર એડવોકેટ કુમારેશ ત્રિવેદીએ દલીલો કરી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટ દ્વારા સુરતની મોલમાં દ્વીચક્રી વાહનો એક કલાક પાર્કિગ ફ્રી રહેશે , તે પછી આખા દિવસ માટે રૂા.10નો ચાર્જ અને કાર માટે આખા દિવસના રૂા.30નો ચાર્જ લેવા આદેશ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *