સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, ઓલપાડમાં ચાર ઇંચ

છેલ્લા સતત ત્રણ દિવસ જૂનાગઢ, જામનગર અને રાજકોટને ધમરોળ્યા બાદ હવે આજે વરસાદનું જોર ઘટવા સાથે એકલા સુરત જિલ્લામાં તેનું જોર જોવા મળ્યુ હતું. આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજયમાં સુરતના ઓલપાડમાં 4 ઈંચ વરસાદ થયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ જામનગર , રાજકોટ અને જુનાગઢમાં ખેતીને ભારે નુકાસન થવા પામ્યુ છે. અહીં પૂરના કારણો કૃષિને પણ પારાવાર નુકસાન ઉપરાંત લોકોની ધરપખરી પણ ધોવાઈ જવા પામી હતી.અલબત્ત સૌરાષ્ટ્રમાં ભાવનગરના ઉમરાળામાં 12 મીમી વરસાદ સાથે હવે તેનું જોર ઘટયુ હતું. ઓલપાડમાં 4ઇંચ, કામરેજમાં સવા બેઇંચ, ચોર્યાસીમાં 1.8ઇંચ, સુરત સીટીમાં 1.3ઇંચ, નવસારીમાં એક ઈંચ વરસાદ થયો હતો. અ્ય જિલ્લાઓમાં 15 મીમી અને તેનાથી પણ ઓછો વરાસદ થયો છે. રાજયમાં છેલ્લા 24 કલાકમાં 197 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો હતો. જેમાં જુનાગઢના માંગરોળમાં સવા છ ઈંચ અને કેશોદમાં 5 ઈંચ વરસાદ થયો હતો એકંદરે રાજયમાં 54 તાલુકાઓમાં 1 થી 6 ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાજયમાં ચોમાસાની મોસમનો 71.22 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 75.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 56.41 ટકા મધ્ય- પૂર્વ ગુજરાતમાં 58.86 ટકા , સૌરાષ્ટ્રમાં 84.24 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 72.34 ટકા વરસાદ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *