શાયરાબાનુને હોસ્પિટલમાંથી રજા અપાઇ

પીઢ અભિનેત્રી સાયરા બાનુને અહીની એક હોસ્પિટલથી રજા મળ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા, એમ પરિવારના નજીકના મિત્રએ આજે જણાવ્યુ હતું. સાયરા બાનુને 28 ઓગસ્ટના રોજ હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને હાઈ શુગરની ફરિયાદના પગલે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પીઢ અભિનેત્રી સાયરાબાનુ, કે જેમને ૨૮ ઓગસ્ટે શ્વાસની તકલીફ સાથે હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેમને હ્દયની તકલીફ હોવાનું નિદાન થયું છે પણ હોસ્પિટલ તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમને શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડે તેમ જણાતુ નથી. સાયરાબાનુને આજે આઇસીયુમાંથી રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત સારી છે અને એક બે દિવસમાં રજા આપી દેવાશે એમ હોસ્પિટલ તરફથી જણાવાયું હતું અને રાત્રે અહેવાલ આવ્યા હતા કે તેમને રજા આપી દેવાઇ છે. અગાઉ એવા અહેવાલ હતા કે સાયરાબાનુને કદાચ એન્જિઓગ્રાફી કરવી પડશે પણ હવે જાણવા મળે છે કે તેમને આ પ્રક્રિયા કરવાની કદાચ જરૂર નહીં રહે. અત્રે ઉલ્લેખનીય છે કે ૭ જુલાઇએ સાયરાબાનુના પતિ અને પીઢ અભિનેતા દિલિપકુમારનું અવસાન થયું હતું. એવા અહેવાલ ફરતા થયા હતા કે દિલિપકુમારના અવસાનને કારણે સાયરાબાનુ ડિપ્રેશનમાં છે, પણ ડોકટરોએ જણાવ્યું છે કે આ ખોટી અફવા છે, સાયરાબાનુ ડિપ્રેશનમાં નથી અને તેમની તબિયત સારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *