જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાના વિવાદીત મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ ફરીથી એક વખત વિવાદમાં આવ્યા છે. આમ તો તેઓ ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર વારંવાર શાબ્દિક પ્રહારો કરતા જ રહે છે અને વારંવાર વિવાદમાં આવ્યા જ કરે છે પરંતુ આ વખતે મધ્યપ્રદેશના મહારાજા એક નવા વિવાદમાં સપડાયા છે. તેમની એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં તેઓ એવું કહેતાં સાંભળવા મળી રહ્યાં છે કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો કલમ 370 નાબૂદ કરી નાંખવામાં આવશે. તેમના આ વિવાદીત નિવેદનના કારણે રાજકીય ગરમાટો આવી ગયો છે. તેમના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ પણ પલટવાર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં તેમણે દિગ્ગીરાજા પર હુલમો કરતાં કહ્યું હતું કે, દિગ્વિજયસિંહ પાકિસ્તાનની હા માં હા મેળવી રહ્યાં છે. તેમના આ નિવેદન અંગે રાહુલ ગાંધી એ સોનિયા ગાંધીએ ખુલાસો કરવો જોઇએ. તેમણે એવું પણ કહ્યું હતું કે દિગ્વિજયસિંહ કાશ્મીરને થાળીમાં મૂકીને પાકિસ્તાને પીરસવા માંગે છે. કોંગ્રેસ શરૂઆતથી જ કાશ્મીરમાં શાંતિ ઇચ્છતી નથી. અત્રે ઉલ્લેખનીય છે ત્રણ વર્ષ પહેલા જમ્મુ અને કાશ્મીરમાંથી ભારતીય જનતા પાર્ટીએ બહુમતિના જોરે કલમ 370 નાબૂદ કરી નાંખી હતી અને લડાખને અલગ રાજ્ય જાહેર કરી દીધું હતું. કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરવામાં કેન્દ્ર સરકારને નવનેજા પાણી ઉતર્યા હતા. કાશ્મીરના સંખ્યાબંધ નેતાઓને જેલમાં રાખવા પડ્યા હતા અને કલમ 370 નાબૂદ થતાંની સાથે જ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજજો પણ છીનવાઇ ગયો હતો. 370ની કલમના કારણે જમ્મુ અને કાશ્મીરમાં ભારતના કાયદાઓ લાગતા ન હતા એટલું જ નહીં જમ્મુ અને કાશ્મીરનો અલગ ધ્વજ પણ ત્રિરંગા સાથે લગાડવો પડતો હતો. હવે 370ની કલમ નાબૂદ થઇ જતાં સ્થાનિક વિધાનસભાની અનેક સત્તાઓ છીનવાઇ ગઇ છે. કલમ 370 નાબૂદ થતાં કોઇ પણ ભારતીય જમ્મુ અને કાશ્મીરમાં રહી પણ શકે છે એટલુ જ નહીં પરંતુ ત્યાં રહીને જો વેપારી કે ઉદ્યોગ નાંખવો હોય તો તેમ પણ કરી શકે છે આ પહેલા કલમ 370 હોવાના કારણે આવું થઇ શકતું ન હતું. હવે દિગ્વિજિયસિંહે જ્યારે આ વિવાદીત નિવેદન આપ્યું છે ત્યારે તેના કારણે કોંગ્રેસને મોટુ નુકસાન પહોંચી શકે તેમ છે તેમના આ નિવેદન પછી કોંગ્રેસ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ કોંગ્રેસ આ દિગ્વિજયસિંહનું અંગત નિવેદન હોવાનું કહીને છટકી શકે તેમ છે.
Related Articles
અમેરિકન સંસદ પર નિષ્ફળ હુમલો, ધ્વજ અડધી કાઠીએ
અમેરિકન સંસદ કેપિટલ હિલ પાસે ભારતીય સમયાનુસાર શુક્રવારે મોડી રાતે 11.30 વાગ્યે ફાયરિંગ થયું. અહીં એક કારે સવારે પોલીસ બેરિકેડને ટક્કર મારી. એના પછી પોલીસે કારડ્રાઈવર પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ડ્રાઈવર ઘાયલ થયો હતો, જ્યારે બે પોલીસકર્મીને ઈજા થઈ હતી, જેમાં એક પોલીસકર્મીનું સારવાર દરમિયાન મોત થયું હતું. શંકાસ્પદ હુમલાખોર સહિત બંને પોલીસ […]
વાવોઝોડા યાસનો ખતરો: પીએમ મોદીએ બોલાવી બેઠક
વાવોઝોડા યાસના ખતરા વચ્ચે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બેઠક બોલાવી હતી, જેમાં મંત્રી અનેઅધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં પીએમ મોદીએ અધિકારીઓને તટીય પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર ખસેડવા જણાવ્યું હતું. બેઠકમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, અંડમાન-નિકોબાર અને પુડુચેરીના ચીફ સેક્રેટરી અને અધિકારીઓ સામેલ થયા હતા. આમાં રેલવે બોર્ડ […]
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને યુવાને તમાચા મારી દીધા
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને આજે દક્ષિણ પૂર્વ ફ્રાન્સના એક નાના નગરની મુલાકાત વખતે એક માણસે મોં પર તમાચો મારી દીધો હતો. મેક્રોનને એક શખ્સ તમાચો મારે છે એવું દર્શાવતા ઓનલાઇન ફરી રહેલોવીડિયો સાચો હોવાની બાબતને મેક્રોનની કચેરીએ સમર્થન આપ્યું હતું. ટાઇન-ઇ- હેર્મિટેજ નામના નાના ટાઉનમાં એક હાઇસ્કુલની મુલાકાત પ્રમુખ મેક્રોને લીધી તે પછી તેઓ ટ્રાફિક […]