વલસાડમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ ઉજવાઇ

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી(ZAVERCHAND MEGHANI)ની ૧૨પ મી જન્‍મ જયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી સંસ્‍કાર કેન્‍દ્ર, કોલેજ કેમ્‍પસ, વલસાડ (VALSAD)ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહની અધ્‍યક્ષતામાં કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમખ અલ્‍કાબેન શાહે ઝવેરચંદ મેઘાણીને નમન કરતાં જણાવ્યું કે કસુંબીનો રંગ સાંભળતાં જ ઝવેરચંદ મેઘાણીની સ્‍મૃતિ તાજી થઇ જાય છે. તેમની ૧૨પમી જન્‍મજયંતીની ઉજવણી કરી રાજ્‍ય સરકારે સાહિત્‍ય સંસ્‍કૃતિને ઉજાગર કરી છે, જેના થકી આજની પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળશે. એમના સર્જનમાં વતન પ્રેમ જોવા મળે છે, પત્રકારત્‍વ એમના જીવનમાં મહત્ત્વનું પાસું રહ્યું છે. તેઓ એક કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્‍યના સંશોધક, સંપાદક, વિવેચક અને અનુવાદક હતા. આ કાર્યક્રમમાં ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન દર્શાવતી ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મ દર્શાવાઈ હતી. વલસાડના ઉત્‍કૃષ્‍ઠ કલાકારોએ ગુજરાતની ભાતીગળ સંસ્‍કૃતિને ઉજાગર કરતા ગુજરાતના મૂર્ધન્‍ય સાહિત્‍યકાર ઝવેરચંદ મેઘાણી રચિત યાદગાર ગીતો રજૂ કર્યા હતા.

સરકારી જિલ્લા પુસ્‍તકાલયોને રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક ગ્રંથાલય ખાતા દ્વારા કસુંબીનો રંગ-ઉત્‍સવની ઉજવણી પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે મેઘાણીજી દ્વારા રચિત અને સંપાદિત ૮૦ પુસ્‍તકોના સેટના વિતરણ પૈકી ટોકન સ્‍વરૂપે ૬ પુસ્‍તકો વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *