વાંસદા તાલુકાના કુકડા સમાજ ભવન ખાતે વાંસદા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ૧૯૯૪થી યુનો અને બુધ્ધિજીવી વર્ગ દ્વારા ઘોષિત કરવામાં આવી હતી. પ્રકૃતિ અને વન પર્યાવરણને બચાવવા માટે આદિવાસી લોકોની જીવન શ્રેણી અપનાવવા માટેની વાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વાંસદાના કુકડા સમાજ ભવનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની અને વાંસદા કુકડા સમાજના અધ્યક્ષ બાબુભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ ઉજવવામાં આવી હતી. જેમાં અનંત પટેલે જણાવ્યું હતું કે સમાજમાં રહેલા જ્ઞાતિવાદના વાળા દૂર કરી માત્ર અને માત્ર આદિવાસી તરીકે એક થઈને પડકારો ઝીલવા પડશે. આજે ખોટા આદિવાસી પ્રમાણપત્રોની સામે સાચા આદિવાસી તરીકે લડત ચલાવી ખૂબજ જરૂરી છે. હાલમાં થયેલા કસ્ટોડીયલ ડેથ માટે પણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે મોટું આંદોલન કરવાની જરૂરિયાત છે. આ કાર્યક્રમમાં આદિવાસી વાજીત્રોની સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ચિરાગ પટેલ, બારુકભાઇ, વિજય પટેલ, હસમુખભાઈ, ભરતભાઈ, પરભુભાઈ, મનીષ પટેલ વગેરે હાજર રહ્યા હતા.
Related Articles
ખેરગામના ભૈરવીના શનિદેવ મંદિરમાં ભજનની રમઝટ
ખેરગામ(KHERGAM)તાલુકાના ભૈરવી ગામે ઔરંગા નદીના કિનારે આવેલા શનિદેવ મંદિર(TEMPLE) ખાતે શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસ નિમિત્તે ભૈરવી હનુમાન ફળીયા મિત્ર મંડળ દ્વારા ભજન કિર્તનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ફળીયા યુવાનોએ ઉત્સાહભેર ભાગ ભજનોની રમઝટ બોલાવી હતી. હનુમાન ફળીયા મિત્ર મંડળના યુવાનોને સુંદર ભજનોની ધૂંનથી લોકોમાં આકર્ષણ હતું.ખેરગામ તાલુકાનું શનિધામમાં પવિત્ર શ્રાવણ માસ […]
ચીખલીના તડકેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાયાં
ચીખલી પંથકમાં સતત મેઘમહેર વચ્ચે વધુ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ચીખલી અને ઉપરવાસમાં સતત વરસાદથી લોકમાતાઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીના સાદકપોર અને તલાવચોરા સ્થિત જુના લો-લેવલ પુલ પુરના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન મેઘાનું જોર વધ્યું હતુ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાત્રિના બાર વાગ્યાના […]
ધરમપુરમાં આદિવાસીસમાજની માવલી માતાનું પૂજન
ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ડૉ.નીરવ પટેલ ચીંતુબા (છાંયડો) […]