વડા પ્રધાન મોદીએ કાશીમાં 1400 કરોડના વિકાસ કાર્યો ખૂલ્લા મૂક્યા

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારે તેમના સંસદીય મત ક્ષેત્ર વારાણસીની મુલાકાતે છે છે. અહીં તેમણે ભારત અને જાપાન અને ભારતના સ્નેહના પ્રતિક સમાન રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો એટલું જ નહીં પરંતુ કુલ 1400 કરોડ ઉપરાંતની યોજનાઓનો પાયો નાંખ્યો હતો તેમજ કેટલીક યોજનાના લોકાર્પણ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક ખાસિયત એ પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે અને તે એ છે કે તેઓ જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે તેનું લોકાર્પણ કરવા તેઓ જાતે જ જાય છે. રૂદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની જો વાત કરીએ તો નરેન્દ્ર મોદી જ્યારે 1014માં પહેલી વખત વડા પ્રધાન બન્યા ત્યાર બાદ બીજા જ વર્ષે જાપાનના વડા પ્રધાન શિન્જો ઓબે ભારત આવ્યા હતા અને તેમણે વારાણસીની મુલાકાત લઇ ગંગા આરતીનો પણ લાભ લીધો હતો. તે સમયે આ કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને જાપાને તેના માટે રૂપિયા 186 કરોડની સહાયની જાહેરાત કરી હતી. શિવલિંગના આકારમાં બનેલા આ સેન્ટરની આસપાસ એલ્યુમિનિયમના 108 રૂદ્રાક્ષની પ્રતિકૃતિ લગાડવામાં આવી છે.

દેશના પ્રધાન મંત્રીએ બુધવારે જ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તેમના બનારસ પ્રવાશ અંગે ખુશી વ્યક્ત કરીને જુદા જુદા પ્રોજેક્ટસના ફોટો પણ અપલોડ કર્યા હતા. મોદી ભલે વારંવાર તેમના સંસદીય મત ક્ષેત્ર કાશીની રૂબરૂ મુલાકાત લેતા નથી પરંતુ તેની સાથે પરોક્ષ રીતે સંકળાયેલા રહીને દરેક વિકાસના કામોની જાણકારી મેળવતા રહે છે. આઠ મહિના પહેલા તેઓ જ્યારે વારાણસીની મુલાકાતે હતા ત્યારે તેમણે ગંગા નદીમાં નૌકા વિહાર પણ કર્યું હતું અને સિક્સલેન પરિયોજના ખૂલ્લી મૂકી હતી એટલું જ નહીં તેમણે તેમના મતદારો સાથે પણ મુલાકાત કરીને તેમની સમસ્યાની જાણકારી મેળવી તેને જલદીથી જલદી હલ કરવાની ખાતરી પણ આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે જ્યારે કાશીની મુલાકાતે છે ત્યારે તેમની સલામતી માટે ચૂસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

મોદીના આગમન પહેલાથી એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડ અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ તો સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી જ રહ્યાં છે પરંતુ સાથે સાથે 22 જેટલા આઇપીએસ અધિકારીઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ 10 હજાર જેટલા જવાનોને સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પેશિયલ પ્રોટેક્શન ગાર્ડને પણ સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વડાપ્રધાનની મુલાકાત દરમિયાન એરિયલ ઝોન પર ઇન્ડિયન આર્મી અને વાયુસેનાના ચૂનંદા જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી દેશ કોરોનાકાળનો સામનો કરી રહ્યો છે અને હવે ધીરે ધીરે બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે વડા પ્રધાન કાશી માટે કોઇ મોટી જાહેરાત કરે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *